મહેસાણા : પોષણ સપ્તાહ માસ અંતર્ગત વિવિધ પધ્ધતિઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે આંગણવાડની બહેનો દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાની લાડોલ સેજાની બહેનો દ્વારા સુંદર, આર્કષક અને સ્વાસ્થયવર્ધક પોષણ સલાડ બનાવ્યું હતુ. આ પોષણ સલાડ કાકડી,ટામેટા,કાચુ પપૈયા,ડુંગળી,મરચાં સહિત વિવિધ પ્રકારની વસ્તુઓથી પોષણ સલાડ તૈયાર કરાયા છે.
આ બેહનો દ્વારા તૈયાર કરેલા પોષણ સલાડ આર્કષક હોવાના કારણે નાગરિકોમાં પણ જાગૃતિ આવી છે. સલાડ એ પૌષ્ટિક આહાર ગણવામાં આવે છે. જિલ્લામાં નાગરિકોમાં પોષણ અંગે જાગૃતિ આવે તે માટે બેહનો દ્વારા આ પ્રકારના અનેકવિધ પ્રયાસો થઇ રહ્યા છે જેમાં લાડોલ સેજાની બહેનો દ્વારા કરેલ પ્રયાસ પ્રશંસનીય છે.