ETV Bharat / state

મહેસાણામાં પીવાના પાણીની અછત, સરકારી અધિકારીઓ પહોંચ્યા ભગવાનના શરણે - dharoi dam

મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ એ વિસ્તારના ખેડૂતો માટે જીવ દોરી સમાન માનવામાં આવે છે. ડેમના પાણી તળિયાઝાટક થઈ જતા આ ડેમ આધારે પાણી પુરવઠા યોજના આધારિત 9 નગરપાલિકા અને 596 ગામડાઓ પર જળ સંકટ તોળાઈ રહ્યું છે. ધરોઈ પાણી પુરવઠા યોજના વિભાગનું માનીએ તો હવે તેમની પાસે માત્ર આગામી ઓગસ્ટ માસ સુધી ચાલે તેટલું જ પીવાના પાણીનો જથ્થો પડ્યો છે ત્યારે સામે વરસાદના કોઈ ચોક્કસ એંધાણ દેખાતા નથી. જેને લઇ ખુદ સરકારી બાબુઓ જ જળ સંકટની સ્થિતિમાંથી ઉગરવા ભગવાનના શરણે બેઠા છે અને વરુણદેવ મહેરબાન થાય તેવી આજીજી કરી રહ્યા છે.

સરકારી અધિકારીઓ પહોંચ્યા ભગવાનના શરણે
author img

By

Published : Jul 22, 2019, 2:05 PM IST

મહેસાણા ધરોઈ પાણી પુરવઠા યોજના વિભાગ દ્વારા ધરોઈ ખાતે આવેલા કાલેશ્વર મહાદેવના મંદિરે શિવ આરાધના અને ભજન કીર્તન કરી રામધૂન બોલાવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમીખો પાણી પુરવઠાના અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો એ હાજરી આપી વરુણદેવને મહેરબાન થવા આજીજી કરી હતી. જો પાણી પુરવઠા વિભાગની આ રામધૂન ભજન કીર્તનથી વરુણદેવ મહેરબાન થઈ વરસાદ વરસાવે છે તો ઠીક બાકી તો હવે આગામી 20 ઓગસ્ટ બાદ 9 નગરપાલિકાઓ અને 596 ગ્રામપંચાયતો ધરોઇના પીવાના પાણીથી પણ હવે વંચીત બનશે.

પીવાના પાણીની અછત, સરકારી અધિકારીઓ પહોંચ્યા ભગવાનના શરણે

Intro:જળ સંકટ હવે માથે ચડી પોકારી ઉઠ્યું છે ત્યારે ધરોઈ પાણી પુરવઠા યોજના આગામી 20 ઓગસ્ટ સુધી માંડ માંડ પાણી આપી શકે તેમ છે ત્યારે જળ સંકટે હવે સરકારી બાબુઓને પણ રામધૂન કરવા મજબૂર કરી મુખ્ય છે

Body:મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમ એ વિસ્તારના ખેડૂતો માટે જીવ દોરી સમાન માનવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે તે ઠગારો સાબિત થ્યોછે ત્યાં હોવી ડેમના પણી તળિયાઝાટક થઈ જતા આ ડેમ આધારે પાણી પુરવઠા યોજના આધારિત 9 નગરપાલિકા અને 596 ગામડાઓને માથે પણ જળ સંકટ તોળાઈ રહ્યું છે ધરોઈ પાણી પુરવઠા યોજના વિભાગનું માની એ તો હવે તેમની પાસે માત્ર આગામી ઓગસ્ટ માસ સુધી ચાલે તેટલું જ પીવાના પાણીનો જથ્થો પડ્યો છે ત્યારે સામે વરસાદના કોઈ ચોક્કસ ઍધાણ દેખાતા નથી જેને જોતા ખુદ સરકારી બાબુઓ જ જળ સંકટની સ્થિતિ માંથી ઉગરવા ભગવાનના શરણે બેઠા છે અને વરુણદેવ મહેરબાન થાય તેવી આજીજી કરી રહ્યા છે

મહેસાણા ધરોઈ પાણી પુરવઠા યોજના વિભાગ દ્વારા આજે ધરોઈ ખાતે આવેલ કાલેશ્વર મહાદેવના મંદિરે શિવ આરાધના અને ભજન કીર્તન કરી રામધૂન બોલાવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમીખો પાણી પુરવઠાના અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો એ હાજરી આપી વરુણદેવને મહેરબાન થવા આજીજી કરી હતી જો પાણી પુરવઠા વિભાગની આ રામધૂન ભજન કીર્તન થી વરુણ દેવ મહેરબાન થઈ વરસાદ વરસાવે છે તો ઠીક બાકી તો હવે આગામી 20 ઓગસ્ટ બાદ 9 નગરપાલિકાઓ અને 596 ગ્રામપંચાયતો ધરોઇના પીવાના પાણી થી પણ હવે વંચીત બનશે...Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.