ETV Bharat / state

ઊંઝા ધારાસભ્ય આશા પટેલના નિધન બાદ નિવાસ્થાને લવાયો પાર્થિવ દેહ - MLA ASHABEN PATEL DIED

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું(BJP MLA ASHABEN PATEL DIED) રવિવારે સવારે અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. બપોરે મહેસાણા ખાતે તેમના ઘરે મૃતદેહ લાવવામાં આવ્યો હતો જ્યાં લૌકિક વિધી કર્યા બાદ APMC ખાતે લોકોના દર્શનાર્થે તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો.

ઊંઝા ધારાસભ્યના નિધન બાદ નિવાસ્થાને લવાયો પાર્થિવ દેહ

author img

By

Published : Dec 12, 2021, 10:32 PM IST

  • ઊંઝાના ધારાસભ્યના નિધન બાદ પાર્થિવ દેહ લવાયો નિવાસસ્થાને
  • આશા પટેલના પાર્થિવદેહને નિવાસ સ્થાને રાખી ધાર્મિક વિધી કરાઇ
  • ઊંઝા APMC ખાતે મુખ્યપ્રધાન આરોગ્યપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

મહેસાણા: ઊંઝા વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગયુની બિમારીના કારણે અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તેમનું નિધન(BJP MLA ASHABEN PATEL DIED) થયું. બપોરે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. નિવાસસ્થાને પાર્થિવ દેહને ધાર્મિક વિધિ કરી આરતી ઉતારી પરિવારજનોએ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આશાબેન પટેલ, પરિવારના આપણી કેટલી લાડકી દીકરી હોય તેમ પરિવારજનોએ અને સ્નેહીજનોએ તેમના નિધન પર ભારે આક્રંદ કર્યો હતો. દીકરીના નિધનના સમાચાર મળતા જ તેમના માતા હીરાબા ગમગીન બની ગયા હતા હીરાબા પોતે ડાયાબિટીસના દર્દી હોય તેમને ચેકઅપ માટે તબીબોની ટીમ તૈનાત રાખવામાં આવી હતી

APMC ખાતે લોકોના દર્શન માટે રખાયો મૃતદેહ
ઘરની ધાર્મિક વિધિ બાદ તેમના દેહને અંતિમ દર્શન માટે એશિયાની સૌથી વિશાળ APMC ઊંઝા ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે ઊંઝા એપીએમસી ખાતે આશાબેન પટેલના અનેક સમર્થકો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી, આશાબેન પટેલના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, સાથે જ આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આશાબેન પટેલ ભાજપના એક કાર્યકારી ધારાસભ્ય હોય મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાને તેમની ખોટ વર્તાશે એવું જણાવી પરિવારને પણ સ્વજનોને સાંત્વના પાઠવી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલને આશાબેન પટેલ ઊંઝા મતવિસ્તારના એક જાગૃત ધારાસભ્ય હોવાનું અને ઊંઝા વિસ્તારના વિકાસમાં તમને યશ ફાળો હોવાનું જણાવી ઊંઝા મત વિસ્તાર અને ભાજપ સાથે સરકારને એક સારા ધારાસભ્યની ખોટ પડી હોવાનું નિવેદન આપ્યું હતું

આશા પટેલના નિધન બાદ નિવાસ્થાને લવાયો પાર્થિવ દેહ
ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થતા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે પણ આશા પટેલના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી, પક્ષ એક જાગૃત ધારાસભ્ય ગુમાવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આશાબેન પટેલના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે ઊંઝા APMCમાં રાખી દૂર દૂરથી આવતા લોકોને તેમના દર્શન માટેનો લાભ આપવાનું આયોજન કર્યું છે. સવારે પાર્થિવ દેહને આશાબેન પટેલના નિવાસસ્થાને એટલે કે તેમના વતન વિસોળ ગામે લઈ જઈ ત્યાં અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ પાઠવી સિદ્ધપુર ખાતે અંતિમ ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેઓ જણાવ્યું હતું

આ પણ વાંચો : ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.