મહેસાણા: દૂધ સાગર ડેરીના(Mehsana Milk Sea Dairy) 10 શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને મંડળીઓની(Best Milk Producers and Congregations) યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ચારડા દૂધ ઉત્પાદન મંડળી હવે લાખો કિલોગ્રામમાં દૂધ ઉત્પાદન કરી રહી છે. જેથી સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો(Pastoralists producing Highest milk) અને મંડળીના નામોની યાદી જાહેર કરવામાં આવી છે.
સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો સામે આવ્યા છે - મહેસાણા જિલ્લામાં શ્વેતક્રાંતિ પ્રસરાવનાર જિલ્લા દૂધ સહકારી દૂધ ઉત્પાદક સંઘ(Cooperative Milk Producers Union) એટલે કે મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડેરીમાં દૂધનો મહત્તમ આવક(Maximum income in Dudhsagar Dairy) માટે પોતાનું યોગદાન આપનાર 10 દૂધ ઉત્પાદક મંડળીઓ અને 10 દૂધ ઉત્પાદકોની(Milk producer Societies and Pastoralists) યાદી પ્રસિદ્ધ કરી છે. જેમાં 64.54 લાખ કિ.ગ્રા. દૂધ ઉત્પાદન કરતી ચારડા દૂધ ઉત્પાદન મંડળી સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મંડળી અને 2.39 લાખ લીટર દૂધ ઉત્પાદન કરતા પુનાસણ ગામના હર્ષદ ચૌધરી સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો સામે આવ્યા છે. એ સાથે ડેરી દ્વારા અન્ય 9 મંડળીઓ અને દૂધ ઉત્પાદકોના નામ જાહેર કરાયા છે. તેમણે પણ વર્ષ 2021-2022માં દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ કામગીરી( Best to Produce Milk) કરવા બદલ યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
આ પણ વાંચો: Mehsana Dudh Sagar Dairy: દૂધસાગર ડેરીના વહીવટદાર ભ્રષ્ટાચાર કરશે તો તેમની કાળજી કોણ રાખશે ?
દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર મંડળીઓ અને પશુપાલકોને સન્માનિત કરાયા - એક તરફ કેટલાક પશુપાલકો પશુપાલન પડતું મૂકી રહ્યા છે. જેથી દૂધનું ઉત્પાદન ઘટી રહ્યું છે. તેવામાં દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર મંડળીઓ અને પશુપાલકોને સન્માનિત કરી દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સાથે જ મંડળીઓ અને પશુપાલકો પણ દૂધ ઉત્પાદનની શ્રેષ્ઠ કામગીરી કરી, અન્ય પશુપાલકો માટે તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યા છે.