ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં EVM વીવીપેટ સ્ટોરેજ કરવા માટે ચૂંટણીપંચની માલિકીના વેરહાઉસનું નિર્માણ કરાયું છે. જિલ્લામાં અંદાજીત 4.50 કરોડના ખર્ચે આ મકાન 5600 એરીયા મીટર જમીન પર તૈયાર થયેલું છે. મકાન ફ્રેમ સ્ટ્રકચર ગ્રાઉન્ડ અને 2 માળનું છે. મકાનનો બિલ્ડઅપ એરીયા 2141.69 ચોરસ મીટર છે. આ મકાનનમાં EVM સ્ટોરેજ હોલ, F.L.C રૂમ, ઓફિસ રૂમ,સિક્યુરીટીની સુવિધા, 24 કલાક CCTV કેમેરાની સગવડ, લીફ્ટની સુવિધા, R.C.C રોડ, પાર્કિગ,પેવર બ્લોક, સમ્પ તથા પંપ રૂમની સુવિધાથી સજ્જ છે.
વેરહાઉસ મકાનમાં વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીના તમામ મશીનો જેવા કે EVM, વીવીપીપેટના યોગ્ય સંગ્રહ સલામતી સાથે થઇ શકે છે. વેરહાઉસમાં 6000 બેલેટ યુનિટ, 6000 કંટ્રોલ યુનિટ અને 6000 વીવીપીપેટનો સંગ્રહ થઇ શકે તેટલી સ્ટોરેજ કેપીસીટી છે. આ વેરહાઉસના લોકાર્પણમાં સામાન્ય નિરીક્ષક,ખર્ચ નિરીક્ષક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પથિક પટેલ,પ્રાન્ત અધિકારી પી.બી.રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.