- વડનગર ખાતે 24 નવેમ્બરના રોજ એક દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન
- કોવિડ 19ની તમામ માર્ગદર્શિકાનું પાલન સાથે તાના-રીરી મહોત્સવ યોજાશે
- સંગીત નાટક અકાદમી દ્વારા તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
મહેસાણા : જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સમાધિ ખાતે કારતક સુદ દશમને 24 નવેમ્બરના રોજ એક દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ ગરિમાપૂર્ણ યોજાય તે માટે જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી છે.
માઇક્રો પ્લાનિંગ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા
નવેમ્બર માહિનામાં યોજાનારા તાના-રીરી મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ સંદર્ભે સરકાર દ્વારા જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવા ઉપરાંત સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લાઇટ ડેકોરેશન, મંડપની વ્યવસ્થા, પ્રચાર-પ્રસારની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા સહિતની વિવિધ આનુંષંગિક વ્યવસ્થાઓ માટે માઇક્રો પ્લાનિંગ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા છે.
સંગીત નાટક અકાદમી દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
સંગીત નાટક અકાદમી દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ 2020માં રાષ્ટ્રીય સ્તરના કલાકારો ઉપસ્થિત રહી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજવામાં આવશે છે. એક દિવસીય શાસ્ત્ર્યીય મહોત્સવમાં વિવિધ કલાકારો અને કલા સંસ્થાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ દિવસે નાગર બ્રાહ્મણો પણ વિશેષ રીતે ઉપસ્થિત રહેશે.
મહાનુભાવો દ્વારા સંગીત કોલેજની શરૂઆત કરાશે
મહેસાણાના વડનગર 24 નવેમ્બરે યોજાનારા તાના-રીરી મહોત્સવ કલાકારોનું સન્માન, તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ, લાઇટીંગ-મંડપ અને ડેકોરેશનની વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ વિશે ખાસ સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત આ દિવસે સંગીત કોલેજની પણ શરૂઆત મહાનુંભાવો દ્વારા કરવામાં આવશે, જે અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.