મહેસાણાઃ જિલ્લાના કડી શહેરમાં વેપાર કરાનારા એક વેપારીને ત્યા પોલીસ દ્વારા ઉધારમાં લસ્સી પીવા આવતા વેપારીએ ઉધારમાં આપવાનો ઇન્કાર કર્યો હતો, જેને પગલે ફરજનો દુરૂઉપયોગ કરતા કડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પોલીસનો ડ્રેસ પહેરીયા વગર ઓફ ડ્રેસમાં આવી વેપારીને ત્યાં જઈ નિયમોનું પાલન કરાય છે, કે કેમ તેવા બહાના હેઠળ તપાસ કરી વેપારીની ખોટી રીતે અટકાયત કરાઇ છે.
કડી શહેરમાં અનલોકમાં વેપારીઓએ સરકારી નિયમોનું પાલન કરી દુકાનો શરૂ કરી છે, જોકે વેપારીઓ માટે ગાય દોહી કૂતરાને પીવડાવવા જેવી સ્થિતિ સર્જાઈ છે. કડીમાં વેપાર કરતા એક વેપારીને ત્યાં પોલીસ સ્ટાફના માણસો દ્વારા ઉધારમાં લચ્છી પીવાની મજા પડી હતી, જોકે એકવાર પૈસા આપ્યા વિના જ જતા રહેલા પોલીસ સ્ટાફના માણસો ફરી એકવાર પૈસા આપ્યા વિના જ લચ્છી પીવા આવતા વેપારીએ ઉધારમાં આપવાનો ઇન્કાર કર્યો હતો, જેને પગલે ફરજનો દુરુઉપયોગ કરતા કડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ઓફ ડ્રેસમાં આવી વેપારીને ત્યાં જઈ નિયમોનું પાલન કરાય છે, કે કેમ તેવા બહાના હેઠળ તપાસ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે વેપારીએ માસ્ક પહેરેલું તેમજ સેનેટાઈઝર પણ રાખેલ હતું. છતાં ઉધાર ન આપવાની અદાવત રાખતા પોલીસ દ્વારા વેપારીની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના મામલે વેપારીઓએ નિવેદન આપતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા સહિતની તૈયારી બતાવી છે.