લોકશાહીના પર્વ ગણાતા ચૂંટણીમાં ગત 23 એપ્રિલે દેશની આગામી સરકાર અને રાજ્યની કેટલીક વિધાનસભા માટે મતદાન કરવામાં આવ્યું હતું અને પ્રત્યેક મતદારે દેશ અને રાજ્યના હિતમાં મતદાન કરતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે આગામી 23મી મેં ના રોજ EVM મશીન દ્વારા મતગણતરી થવા જઈ રહી છે, ત્યારે રાજકીય પક્ષોએ મતગણત્રીના દિવસે કોઈ ચૂક ન થઈ જાય તે માટે મથામણ કરતા હોય છે.
ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા નાયબ મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં જિલ્લાના હોદેદારો અને મતગણતરીમાં જોડાવનાર એજન્ટો સાથે મતગણતરીના દિવસે કેવા પ્રકારની કાળજી રાખવી તે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ સાથે જ મહેસાણા ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જીત હાંસલ કરવાનો પ્રબળ દાવો પણ કરવામાં આવ્યો છે જોકે મહેસાણા લોકસભા બેઠક 4 ક્યાં રાજકીય પક્ષના ફાળે જાય છે, તે તો ચૂંટણી પંચ દ્વારા મતગણતરી બાદ જ જાહેર કરવામાં આવશે.