મહેસાણાઃ કડી તાલુકાના ધરમપુર મુકામે આવેલ ટી ઓ પટેલ સર્વોદય હાઈસ્કૂલનો બે દિવસે સષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને કોરિયાના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. જે આમંત્રણને માન આપીને બન્ને કોરિયન ભારત દેશ આવ્યા હતા અને વિસતપુરા ખાતે રોકાયા હતા. (Mehsana Kadi Para Gliding korean person died )

કોરિયને પેરાશુટથી પુષ્પ વર્ષા કરવાની હતીઃ આજે ધરમપુર ખાતે યોજાયેલ સૃષ્ટિપૂર્તિ કાર્યક્રમમમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને કોરિયને પેરાશુટથી (kadi south korean paraglider accident) પુષ્પ વર્ષા કરવાની હતી. જેમાં ધરમપુરથી વિસતપરા સુધી પેરાશુટથી ટ્રાય માર્યો હતો. કોરિયાથી આવેલા આ કોરિયન કડી તાલુકાના વિસતપુરા ગામે ટ્રાય મારી રહ્યા હતા, જે દરમિયાન 50 વર્ષીય કોરિયન શિન બ્યોંગમૂનનું પેરાશુટ અચાનક ક્રેક થઈને જમીન ઉપર પસડાયા હતા. (South Korean Man Dies In Paragliding Accident) પસડાતાની સાથે જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ કડી પોલીસને થતા કડી પોલીસે (kadi police in korean paraglider accident) તપાસ શરૂ કરી હતી, તેમજ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. કડી પ્રાંત અધિકારી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં પેરા ગ્લાઇડીંગ દરમિયાન કોરિયન વ્યક્તિનું મોત અને પરવાનગી વગર પેરાસુર ઉડાડવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સાથે જ પેરાશુટ ટ્રાય દરમિયાન પતંગની દોરીથી ચાલકને ઘસકો વાગતા ઘટના બની હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે.
પીઆઇએ જણાવ્યું હતું કેઃ કડી તાલુકાના વિસતપુરા ગામે બનેલ ઘટના વિશે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન આર પટેલને પૂછતા તેમને જણાવ્યું હતું કે, ગઈકાલે વિસતપુરા ગામ ખાતે કોરિયન પેરાશુટ ડ્રાઈવ કરતી વખતે ટેકનિકલ ખામીના કારણે નીચે પછડાયા હતા અને મોત નીપજ્યું હતું. કડીની સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને હાલ તપાસ ચાલી રહી છે.