મહેસાણાઃ નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની છે. પરંતુ લાંબા સમય થી તે અમેરિકાના અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં તેના પરિવાર સાથે સ્થાયી થયા છે. નેવીયાના પિતા રેસ્ટોરન્ટનો વ્યવસાય કરી રહ્યા છે. નેવીયા પટેલે ધો.-1 થી ધો.7 પંચગીની મહારાષ્ટ્રમાં અભ્યાસ કર્યો, જ્યારે ધો.11th, 12th અને કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યા બાદ આર્મીની તાલીમ લીધી હતી અને અંતે તેને તેના જીવનમાં એક ફોજી બનાવની સફળતા પ્રાપ્ત થઈ છે.



જો કે, એક ગુજરાતી દિકરી અમેરિકન આર્મીમાં જોડાતા વતનની માટીની મહેક આજે સમગ્ર ગુજરાતમાં ગૌરવ બની મહેકી રહી છે. નેવીયાના પિતા રસિકભાઈ, મામા હરેશભાઇ, પરેશભાઈ, લવ અને કુશ પટેલના અથાગ પ્રયત્નોથી નેવીયાને મળી સફળતા છે.