મહેસાણા ખાતે અનેક એવા ONGCના તેલ કુવાઓ આવેલા છે. જેમાંથી વેલ દ્વારા જમીનમાં રહેલા ઓઇલ અને ગેસને બહાર કાઢવામાં આવે છે. ત્યારે આ જોખમી કાર્યમાં અનેક સમાલતીને ધ્યાનમાં રાખવા છતાં મહેસાણા નજીક મીઠા સાંથલ માર્ગ પર આવેલા એક ખેતરમાં ONGCના આવા એક વેલ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ONGCની ફાયર ટિમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરી ઘાયલ લોકોને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.