ETV Bharat / state

Mehsana News: મહેસાણાના વિજાપુરમાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેકટરી પર દરોડા - red chillies

મહેસાણામાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા આ કંપનીમાં પાડ્યા હતા. જેમાં નકલી ફેક્ટરી ઝડપાઈ છે. ભેળસેળ કરીને લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. આ શંકાસ્પદ મરચાના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણાના વિજાપુરમાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેકટરી જડપાઇ

author img

By

Published : May 9, 2023, 4:37 PM IST

મહેસાણાના વિજાપુરમાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેકટરી જડપાઇ

મહેસાણા: આજના સમયમાં મોટા ભાગની વસ્તુઓમાં ભેળસેળ આવી રહી છે. મહેસાણામાં આવેલા વિજાપુરમાં કલર નાખી લાલચટક મરચું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 5 કિલોની 151 બેગ મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવટી મરચું 200 રૂપિયે કિલો મધુપુર બજારમાં વેચાતું હતું. કલર નાખી મરચું બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ જ વેપારી બનાવતી ધાણાજીરું પાવડર બનાવતો ઝડપાઇ આવ્યો હતો. તે સમયે 10,44,885 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સંચાલક સામે કાર્યવાહી: મહેસાણા જિલ્લાના વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલ ઉમિયા ગોડાઉનમાં બનાવટી મરચું બનાવતી ફેક્ટરી પર મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. રાત્રી દરમિયાન તંત્રના દરોડામાં ફેકટરીમાંથી 3858 કિલો બનાવતી મરચાનો જથ્થો મળી આવ્યો હતો. 5 કિલોની 151 બેગ ભરેલું બનાવટી મરચું તંત્ર દ્વારા સેમ્પલ લઈ સિઝ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ મરચાના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફેક્ટરીમાં તંત્રના દરોડા: વિજાપુર નજીક આવેલ ઉમિયા ગોડાઉનના મહેશકુમાર પુનમચંદ મહેશ્વરીની ફેક્ટરીમાં તંત્રના દરોડા દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં તપાસ દરમિયાન આ ફેક્ટરીમાં પાવડર આધારે બનાવટી લાલ ચટાક મરચું તૈયાર કરી વેપાર માટે મોકલવામાં આવતું હતું. જે મરચું પાવડર કલર થી બનાવવામાં આવતું હોય લોકોના આરોગ્ય માટે અને ખાવા. અંતે જોખમી જોવા મળ્યું હતું. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીમાં પડેલ 3858 કિલો જેટલા શંકાસ્પદ મરચું મળી 10,44,885ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કુલ 151 બેગ માંથી મરચાના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો

Mehsana News : એક જ દિવસમાં એક કરોડથી વધુ આવક મેળવી મહેસાણા જીએસઆરટીસી મોખરે, કડી ડેપોમાં ઇતિહાસ રચાયો

Mehsana Crime: બાસણા યુવતી હત્યા કેસમાં રીક્ષા ચાલક હત્યારો નીકળ્યો, દુષ્કર્મ બાદ કરી હત્યા

Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ

બે દિવસની વોચ ગોઠવી: તંત્રની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં આ ફેક્ટરી સંચાલક મહેશ મહેશ્વરી અગાઉ ધાણા પાવડરનું પણ ભેળસેળ કરવા મામલે પકડાયો હતો. ત્યારે વધુ એકવાર મરચામાં ભેળસેળ કરતા ઝડપાઇ આવ્યો છે. મહેશ મહેશ્વરી ભેળસેળ યુક્ત મસાલા બનાવી માધુપુરા ખાતે વેચતો હોવાની વાત તંત્રના સામે આવી હતી. જે 200 કિલો મરચું વેચાણ કરતો હોવાની પણ વિગતો સામે આવી હતી. તંત્રના અધિકારીએ બે દિવસની વોચ ગોઠવી હતી. બાદમાં સાયકલ પર જઈ રાત્રી દરમિયાન ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. જ્યાં મરચાના ભેળસેળનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. રાત્રે 12 વાગે શરૂ થયેલી તપાસ સવારના 4 વાગ્યા સુધી ચાલી હતી. તંત્ર દ્વારા 4 કલાક ચાલેલી તપાસમાં ફેક્ટરીને ખનખોરી 3858 કિલો શંકાસ્પદ મરચાનો જથ્થો અને કલર પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.