મહેસાણા : અકલ બડી કે ભેંસ કહેવત તો સાંભળી જ હશે, પરંતુ આ કહેવત મુજબનો કિસ્સો મહેસાણાના બેચરાજી પંથકમાંથી સામે આવ્યો છે. બેચરાજી નજીક આવેલ નામાંકિત પ્રાઇવેટ કંપનીઓમાં મેનપાવર માટે અનેક લોકોને નોકરીએ રાખવામાં આવેલા છે. વધુ ભરતીઓન કરવામાં આવતી હોય છે. જોકે અહીં રોજ આ કંપનીઓ સામે નોકરીની આસ લગાવી બેઠેલા પદવી વગરના લોકો માટે બેચારજીમાં એક દુકાન ખુલી હતી. જ્યાં માત્ર 1500 જેવી સામાન્ય રકમમાં તેમના નામની ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઉભા કરવામાં આવતા હતા. તેજ સર્ટી અભણ લોકોને નામાંકિત કંપનીઓમાં નોકરી માટેનો આધાર બનતા હતા. જોકે એક પછી એક એમ મોટી સંખ્યામાં લોકો ડુપ્લિકેટ સર્ટિફિકેટ આધારે નોકરી પર જતાં હોય બનાવટી સર્ટીની ચર્ચાઓ ખૂબ તેજ બની હતી અને સમગ્ર ભાંડો ફૂટયો હતો.
વિડીયોએ માજા મૂકી : બેચારજીના આ અંબિકા ઝેરોક્ષ પર એક વ્યક્તિએ વિડિયો બનાવી સ્ટિંગ ઓપરેશન કરતા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે, દુકાનમાં બે લોકો ઉભા છે ને બહાર લોકોની ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ કઢાવવા લાઈન લાગી છે. જ્યાં એક ભાઈ પોતાની માર્કશીટમાં સહી કરતા જાણે સાચે જ અસલી પદવી મેળવી હોય તેવી ખુશી અનુભવી રહ્યો છે. તો એક ગ્રાહક પૂછે છે કે, ડિપ્લોમાનું થશે તો દુકાનમાં હજાર બે શખ્સો કહે છે કે બધું જ થશે. તમે મારો નબંર છે એના પર કોલ કરજો અને પાછો રમૂજ કરતાં કહે છે કે અહીં તો તમારો પ્રિન્સિપાલ હું જ છું. બધું થઈ જશે અને આ વીડિયો એ પણ સોશિયલ મીડિયા પર માજા મૂકી છે.
બેચારજીમાં સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિઓ બાદ દોડતી થયેલી મહેસાણા પોલીસે હાલમાં ડુપ્લીકેટ સર્ટિફિકેટ મામલે બે શખ્સોને ઝડપી પાડયા છે. પરંતુ આ કૌભાંડમાં કેટલા લોકોએ ડુપ્લીકેટ સર્ટી મેળવ્યા છે અને ક્યાં તેનો ઉપયોગ કરાયો છે. સાથે જ આ સમગ્ર પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલ છે અને કોની શુ ભૂમિકા રહી છે તે જાણવા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. - આર.એમ.દેસાઈ (DySP, મહેસાણા)
અભણ લોકોને નોકરી અપાવી રહ્યો હતો : પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ડુપ્લીકેટ ડીગ્રી કૌભાંડમાં પોલીસે ધરપકડ કરેલ કુલદીપ સોલંકી પોતે 9 પાસ છે. જ્યારે વિજય ઝાલા ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. આમ, એકને 10મું ધોરણ પણ પાસ નથી કર્યુંને લોકોને સારામાં સારી ડિગ્રી માટે ડુપ્લિકેટ સર્ટિફિકેટ પધરાવી રહ્યા હતા.
- Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું
- Rajkot News : રાજકોટમાં દૂધમાં પાણી મિલાવીને વેચવાનું કૌભાંડ પકડાયું, રાજકોટ ડેરીએ લીધાં કડક પગલાં
- Surat News : ટેન્ડર વગર ઓનલાઈન પેપર ચેકીંગ કરવાનું કામ મહારાષ્ટ્રની કંપનીને સોંપી દેવાનું કૌભાંડ, વીસીનો બચાવ