ETV Bharat / state

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ - દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.

mehsana-dudh-sagar-dairy-election-form-filling-process-completed
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
author img

By

Published : Dec 21, 2020, 11:59 AM IST

  • વિસનગર પ્રાંત અધિકારીએ ડેરીના ચૂંટણી અધિકારી તરીકે માહિતી પ્રકાશિત કરી
  • 14 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર સુધી 6 દિવસમાં કુલ 123 ઉમેદવારો અને 132 ફોર્મ ભરાયા
  • 21 ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી કરાશે, 22 ડિસેમ્બરના રોજ ઉમેદવારીની યાદી પ્રસિદ્ધ થશે
  • 23 અને 24 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
  • 26 ડિસેમ્બરના રોજ થશે હરીફ ઉમેદવારની યાદી અને પ્રતિકની ફાળવણી
  • 5 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન, મતગણતરી અને પરિણામ જાહેર કરાશે

મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. વિસનગર પ્રાંત અધિકારીએ ડેરીની ચૂંટણી અધિકારી તરીકે માહિતી પ્રકાશિત કરી હતી. ડેરી ચૂંટણીની મતદાર યાદીમાં કુલ 15 બેઠકમાં 11 મંડળો અને 1126 મતદારો નોંધાયા છે.

15 બેઠકો માટે 123 ઉમેદવારો અને 132 ફોર્મ ભરાયા

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે 14 ડિસેમ્બર 2020ના દિવસ થી 26 ડિસેમ્બર સુધી 11 દિવસ ઉમેદવારી પ્રક્રિયા કરવામાં આવશે. આ સાથે જ હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નો ફાળવણી કરાશે. જોકે હાલમાં 20 ડિસેમ્બરથી ઉમેદરવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા છ દિવસમાં 15 બેઠકો માટે કુલ 123 ઉમેદવારો માટે કુલ 132 ફોર્મ ભરવામાં આવ્યા છે.

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
26 ડિસેમ્બર આખરી ઉમેદવાર યાદી અને ચિહ્નો જાહેર થશે!
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી અધિકારી તરીકે વિસનગર પ્રાંત અધિકારી સીસી પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડી ચૂંટણી સંદર્ભની પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી. જેમાં 05 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન થઈ શકે છે તો 14 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરવાની તારીખ હોવાથી કુલ 123 ઉમેદવારો અને 132 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થયા છે. જેના આધારે આગામી 21 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, 22 ડિસેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાશે, 23 અને 24 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે, 26 ડિસેમ્બરે હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નો ફાળવણી કરાશે, અમવા શક્ય બને 5 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન, મતગણતરી અને પરિણામ જાહેર કરાશે તો ચૂંટણી માટે તૈયાર કરાયેલા નવી મતદાર યાદીમાં કુલ 11 મંડળો અને 1126 મતદારો નોંધાયા છે.
નિયમોનુસાર ચૂંટણીનું આયોજન, 15 બેઠક માટે ચૂંટણી યોજાશે
મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મહેસાણાના પેટા નિયમ 35(1) (અ) (1) મુજબ સંયોજિત મંડળીઓને પ્રતિનિધિમાંથી કડી, કલોલ, ગોજારીયા, સિદ્ધપુર અને ઊંઝા સ્ત્રી અનામત જ્યારે ખેરાલુ-વડનગર-સતલાસણા, ચાણસ્મા, બેચરાજી, પાટણ, વાગડોદ, મહેસાણા, માણસા, વિજાપુર, વિસનગર, સમી અને હારીજ સામન્ય બેઠકો રાખવામાં આવી છે. જ્યારે વિભાગ 2 માં સંઘના પેટ નિયમ (1) (અ) (2) મુજબ દુધના જથ્થા પ્રમાણે ખેરાલુ-સતલાસણા, માણસા, વિજાપુર અને વિસનગરનો સમાવેશ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.