- દૂધસાગર ડેરી ચૂંટણી પ્રક્રિયા મામલો
- ચૂંટણીમાં મતદાન પૂર્ણ જાહેર કરાયું
- 1129 પૈકી 1119 મતદારોએ કર્યું મતદાન
- 99.11 ટકા મતદાન થયું
- સંજોગોઅવસાત 10 મતો બાકી રહ્યા
મહેસાણાઃ આજ રોજ દૂધ સાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. જેમાં 15 બેઠકો માટે 1,129 મતદારોને મતાધિકાર હતો. જેમાંથી 1,119 મતદારોએ મતદાન કર્યું છે. મહત્વનું છે કે, સવારે 9થી સાંજના 5 સુધી મતદાન યોજાયું હતું. બપોરે 2 કલાક સુધીમાં 98 ટકા ઉપરાંત મતદાન થઈ ચૂક્યું હતું. હાલ આ ચૂંટણીની મતગણતરી ચાલી રહીછે.
41 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સિલ થયા
દૂધ સાગર ડેરીની આ ચૂંટણીમાં 15 બેઠક માટે કુલ 41 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમની ઉમેદવારી બાદ આજે મતદાન થતા 1,129 મતદારોના હાથમાં ઉમેદવારોના ભાવિ લખાયેલા હતા. આજે 1,119 મતદારોએ મતદાન કરતા ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. જે થાડા જ ક્ષણોમાં મતગણતરી કર્યા બાદ પરિણામ રૂપે જાહેર કરાશે.