મહેસાણાઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે રાજયમાં લોકડાઉનની સ્થિતિમાં સરકારને આર્થિક રીતે મદદરૂપ થવા મહેસાણા જિલ્લા પંચયાત વર્ગ 3 કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાનો એક દિવસનો પગાર CM રાહત ફંડમાં જમા કરાવશે.
કર્મચારીઓના એક દિવસનો પગાર કપાતનો સર્ક્યુલેશન લેટર લખી તમામ કર્મચારી મંડળના સભ્યોને જાણ કરવામાં આવી છે. આમ સરકારમાં રહી સેવા આપતા કર્મચારીઓ દ્વારા પણ કોરોના વાઇરસની મહામારી સામેની લડતમાં પોતાનું યોગદાન આપી જનકલ્યાણ અને રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.