ETV Bharat / state

Mehsana Crime : ધાડ પાડી લૂંટફાટ-ચોરીનો આતંક મચાવનારી ગેંગના 3 શખ્સો ઝડપાયા

author img

By

Published : Feb 13, 2023, 12:54 PM IST

મહેસાણા જિલ્લામાં લૂંટફાટ, ચોરીનો કાળો આંતક મચાવનારી ગેંગના શખ્સો ઝડપાયા છે. ચોરી કરતી આ દાહોદની ગ્રેવલ ગેંગના 3 શખ્સો ઝડપાયા જ્યારે 4 આરોપીઓ ફરાર છે. પોલીસે આ ગેંગ પાસેથી મુદ્દામાલ રીકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Mehsana Crime : ધાડ પાડી લૂંટફાટ-ચોરીનો આતંક મચાવનારી ગેંગના 3 શખ્સો ઝડપાયા
Mehsana Crime : ધાડ પાડી લૂંટફાટ-ચોરીનો આતંક મચાવનારી ગેંગના 3 શખ્સો ઝડપાયા

મહેસાણા : જિલ્લામાં ધાડ પાડી ચોર અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી દાહોદની ગ્રેવલ ગેંગના 3 શખ્સો ઝડપાયા છે. મહેસાણા LCBની ટીમે કડીમાંથી આ ગેંગને ઝડપી પાડી છે. પોલીસે 2 વાહનો, 5 મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 4.14 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે જ 5 ગુનાઓનું પગેરું શોધી કાઢ્યું છે. જ્યારે આ ગેંગના 4 આરોપીઓ હજુ ફરાર હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : Vadodara Crime: સગીર બાળક લગ્નપ્રસંગમાંથી 1.50 લાખની ચોરી કરી ફરાર, પણ CCTVમાં ઝડપાઈ ગ્યો

કેવી રીતે પકડ્યા : મહેસાણા જિલ્લામાં ધાડ પાડી ચોરી અને લૂંટને અંજામ આપતી ગેંગે કડી પંથકમાં આતંક મચાવતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી, ત્યારે મહેસાણા LCBની ટીમે વિવિધ ચોરી અને લૂંટના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. કડી વિસ્તારમાં બનેલી વિવિધ ગુનાઓના સ્થળેથી CCTV ફૂટેજ મેળવ્યા હતા. જેમાં મળતા ગુનેગારોનું પગેરું શોધવા ટેક્નિકલ સર્વેલન્સ, હ્વુંમનસોર્ષિસ અને જુના ગુનેગારોની યાદી તપાસ કરવામાં આવી હતી. CCTVમાં દેખાતા શખ્સો અને વાહનો પરથી દાહોદ બાજુની ગ્રેવલ ગેંગ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.

4 સાગરીતો પોલીસ પકડથી દુર : ધાડ પાડું ગેંગના કેટલાક શખ્સો કડી વિસ્તારમાં નવી શરૂ થઈ રહેલા કન્સ્ટ્રકશન સાઈટ પર હાજર હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે LCBની ટીમે દરોડા પાડી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લૂંટ અને ચોરી કરેલા 8 જુદા જુદા ચાંદીના દાગીના, 5 મોબાઈલ ફોન, રોકડ અને બે વાહનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. કડી પોલીસ સ્ટેશનના 4 અને નંદાસણ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 5 ગુનાઓનું ડિટેક્શન કરી વધુ તપાસ માટે કડી પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે. જ્યારે હજુ પણ આ ગેંગના 4 જેટલા સાગરીતો પોલીસ પકડથી દૂર રહ્યા છે.

રીકવર કરેલ મુદ્દામાલ : રોકડ રૂ. 50,380, ચાંદીની શેરો નંગ.4 કિ.રૂ.6,000, ચાંદીના કડલી નંગ.3 કિ.રૂ.1,500, ચાંદીનો ઝુડો કિ.રૂ.10,000, ચાંદીનો ઝુડો કિ.રૂ.2,000, ચાંદીની કડલી કિ.રૂ.200, ચાંદીની સેરો જોડ 3 કિ.રૂ.5,000, ચાંદીના સિક્કા નંગ.2 કિ.રૂ.1,500, ચાંદીની લક્કી કિ.રૂ.6,000,ઇકો ગાડી કિ.રૂ.3,00,000, સ્પ્લેન્ડર બાઈક 25,000 અને મોબાઇલ ફોન નંગ 5 કિ.રૂ,7,000 મળી કુલ કિ.રૂ. 4,14,580 પોલીસ રિકવર કર્યો છે.

વોન્ટેડ આરોપીઓ કોણ : ધરપકડ કરેલા શખ્સોની વાત કરીએ તો નવસીંગ ભાવસીંગ જેસીંગ બારીયા, દિલીપ રામસીંગભાઇ મકોડીયા અને વિક્રમ માનસીંગ વીરસીંગ ભાભોર છે. જ્યારે વોન્ટેડ આરોપીઓ રાકેશ છગનભાઇ ભાભોર, સુનિલ જોરસીંગ બારીયા, અજીત જોરસીંગ બારીયા અને રાજુ બચુ મોહનીયા ફરાર છે.

આ પણ વાંચો : Surat Loot Case: જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારી ગેંગ જેલભેગી, LCBની મોટી સફળતા

આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ : રાકેશ ભાભોરની વાત કરીએ તો વિસનગર શહેર પો.સ્ટે વિસ્તારના કુલ 10 ઘરફોડમાં સંડોવાયેલ ખુલ્યું છે. સુનિલ જોરસીંગ બારીયા વિસનગર શહેર પો.સ્ટે વિસ્તારમાં કુલ 7 તેમજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 4 ઘરફોડમાં સંડોવાયેલ છે. તેમજ વિક્રમ ભાભોર વિસનગર શહેર પો.સ્ટે વિસ્તારમાં કુલ 8 ઘરફોડમાં સંડોવાયેલ હોવાની માહિતી મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.