- મહેસાણામાં વધી રહ્યા છે કોરોનાના કેસો
- કોરોનાના કેસોની સાંકળ તોડવા બે દિવસ બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો
- બજારો બંધ હોવાથી વાહનચાલકો બેફામ ફર્યા હતા
મહેસાણા: જિલ્લામાં કોરનાના વધતા કેસોની સાંકળ તોડવા વેપારીઓએ બે દિવસ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યાં કોરોનાનું સંક્રમણ રોકવા મહેસાણા પાલિકા તંત્ર સાથેની વેપારીઓની બેઠકમાં મહેસાણા શહેર વિસ્તારના વેપારીઓએ વધતા કેસોની સાંકળ તોડવા સ્વૈચ્છીક રીતે બજારો બંધ રાખી બંધ પાળવા નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ
આ પણ વાંચો: સાયન્સ સીટી ખાતે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું
રવિવારે બજારો પણ બંધ રહ્યા..!
રવિવારે મહેસાણાના બજારો સુમસાન જોવા મળ્યા હતા. મહેસાણા શહેરમાં સામાન્ય દિવસો કરતા રવિવારે રવિવારી બજાર એટલ કે ગુજરી બજાર ભરાતી હોય છે. જ્યાં મોટી ભીડભાડ જોવા મળતી હોય છે, ત્યારે વેપારીઓ દ્વારા કરાયેલા બંધ પળવાના સમર્થનને પગલે રવિવારે મહેસાણામાં ભરતી રવિવારી બજારો પણ બંધ રહી હતી. જોકે આ તમામ સ્થિતિ વચ્ચે શહેરમાં વાહનચાલકો બેફામ રીતે વાહનો લઈ બજારમાં કોઈના કોઈ બહાને ફરતા જોવા મળ્યા હતા.