બહુચરાજીમાં ભક્તો બાધા-માનતા પૂર્ણ થતાં બહુચર માતાજીનું વાહન એવા કૂકડાને મંદિરમાં રમતાં મૂકે છે. આ કૂકડા મંદિર પરિસરમાં તેમજ મંદિર ટ્રસ્ટ સંચાલિત વલ્લભ ભટ્ટની વાવની જગ્યામાં રખાય છે. જોકે આ બંને જગ્યાએ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં કૂકડાને રક્ષણ મળી રહે તેવી કોઈ જ વ્યવસ્થા નથી. જેના કારણે મંગળવારે સવારે મંદિરના કૂકડાઘરમાં બેથી ત્રણ કૂકડા ગરમીના કારણે મોતને ભેટ્યા હતા.
બહુચરાજી મંદિરમાં આવેલા કૂકડાઘરમાં મંગળવારે કૂકડાના ગરમીના કારણે મોત થયાં હતાં. આ અંગે નાયબ વહિવટદાર સુરેશભાઇ નાયકને પૂછતાં તેમણે આ બાબતે મને કંઇ ખબર નથી તેમ કહી ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રણ વર્ષ રક્ષણ માટે અગાઉ ફૂવારા મુકાયા હતા.
વર્ષ 2016માં ગરમીના કારણે ડીહાઇડ્રેશન થઇ જતાં 25 જેટલા કૂકડાના મોત થયાં હતાં. જેને પગલે તત્કાલીન વહીવટદાર એચ.આર. મોદીએ તુરંત કૂકડાઘરમાં ઠંડક જળવાઈ રહે તે માટે ફૂવારા સહિતની વ્યવસ્થા ઊભી કરી હતી.