ETV Bharat / state

વિસનગરમાં લગ્ન બાદ પ્રેમિકાએ સબંધ ન રાખતા યુવકે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું - mahesana police

મહેસાણાના એક પ્રેમીએ લગ્ન બાદ પ્રેમિકાએ સંબધ રાખવાની ના પાડતા તેમની મુલાકાતના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યૂ હતું. આરોપી રોનક સથવારા સામે IT એક્ટ અને દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ વિસનગર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર
વિસનગર
author img

By

Published : Jun 11, 2021, 1:00 PM IST

  • લગ્ન જીવન ખણખોરી નાખી પ્રેમિકાને વશ કરવા પ્રેમીએ યુવતીના સસરાને ફોટો મોકલ્યા
  • ફોટો વાઇરલ કરી યુવતીની પજવણી અને દુષ્કર્મ આચરનાર શખ્શ સામે ફરિયાદ નોંધાઇ
  • આરોપી રોનક સથવારા સામે IT એક્ટ અને દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ

મહેસાણા: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની વણસેલી પરિસ્થિતિ વચ્ચે વધુ એક દુષ્કર્મની ઘટના વિસનગર પંથકમાંથી સામે આવી છે, જેમાં વિસનગર તાલુકાના એક ગામની યુવતી અમદાવાદ લગ્ન પ્રસંગે ગઈ હતી ત્યાં રોનક સથવારા નામના એક શખ્શના પરિચયમાં આવી તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, ચાર માસ અગાઉ યુવતીના લગ્ન થઈ જતા તેણે પ્રેમી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું એવુ કામ કે સાયબર ક્રાઇમે કરી ધરપકડ

ફોટો વાઇરલ કરી યુવતીની પજવણી કરવાનો પ્રયત્ન કરતો હતો યુવક

પ્રેમીએ યુવતી સાથેની મુલાકાતના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી મળવા બોલાવી હતી ત્યારે યુવતી ફોટા વાઇરલ થવાના ડરથી યુવકને મળવા આવતા યુવકે તેને કારમાં એકાંત જગ્યાએ લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પણ યુવકે યુવતીનો પીછો ન છોડતા ફરીથી યુવતીને મળવા બોલાવી હતી પરંતુ તે મળવા ન આવતા યુવકે તેની પાસે રહેલા યુવતીના ફોટા પ્રેમિકાના સસરાને મોકલી આપ્યા હતા. ત્યારે સમગ્ર મામલે માનસિક સામજિક રીતે પરેશાન થયેલી યુવતીએ હિંમત દાખવી વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આરોપી રોનક સથવારા સામે IT એક્ટ અને દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાવી છે ત્યારે વિસનગર પોલીસે ઘટનાના જરૂરી નિવેદનો અને પુરાવા લઈ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સગીરાના બિભત્સ ફોટો વાઈરલ કરનારા પાદરી સામે ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.