મહેસાણા વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે એક પછી એક નેતાઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી જે નેતાઓ નજરે જોવા મળી રહ્યા ન હતા હવે તે પણ મેદાનમાં આવ્યા છે. હવે ગમે ત્યારે હવે વિધાનસભાની ચુંટણીની તારીખની જાહેરાત થઇ શકે છે. પરંતુ જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નિષ્ક્રિય નેતાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે પાટીદાર સમાજના આગેવાન કહેવાતા લેટરમાં લાલજી પટેલે પીએમ મોદીને ત્રણ માગ સાથે (Lalji Patel wrote a letter PM Modi with demand) પત્ર લખ્યો છે.
કેસ પરત ખેંચવામાં આવે ત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને ત્રણ માગ સાથે પત્ર લખ્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં તેઓ લખે છે કે અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવામાં આવે અને વધુમાં એ લેટરમાં લાલજી પટેલે લખ્યું છે કે કેસ પરત ખેંચવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમને હજુ સુધી કોઇ યોગ્ય ન્યાય મળ્યો નથી.
સરકારી નોકરીની માંગ લાલજી પટેલે પીએમ મોદીને લખેલા લેટરમાં વધુમાં લખ્યું કે આંદોલન સમયે જે લોકોનું મૃત્યુ થયું છે તેમના પરિવારને સરકારી નોકરી આપવાની માગ કરવામાં આવી છે. તેઓએ આ લેટરમાં રજૂઆત પણ કરી છે કે પીએમ મોદી વહેલી તકે એસપીજીની ટીમને મુલાકાત માટે બોલેવે તેવી રજૂઆત કરાઈ છે.
ચૂંટણી ટાણે અનેક મુદ્દાઓ વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે લાલજી પટેલ પીએમ મોદીને પત્ર લખી રહ્યા છે. અંહિયા સવાલ એ પણ થઇ રહ્યો છે કે ચુંટણીને હજુ વાર હતી ત્યારે કેમ મોદીને પત્ર લખી રજૂઆત કરી અને ચુંટણી નજીક આવતાની સાથે તેમને હવે એ આંદોલનમાં મૃત્યુ થયેલા લોકો યાદ આવ્યા.આ પહેલા પણ તેઓ ચૂંટણી સમયે ચર્ચામાં જોવા મળ્યા છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થાય એટલે કોઇ જગ્યાએ તે જોવા મળતા નથી. લાલજી પટેલએ પાટીદાર સમાજના આગેવાન કહેવાય છે. ત્યારે સમાજના પણ કોઇ કામ ચુંટણી સમયે જ કેમ યાદ આવે છે તે પણ હવે સવાલ થઇ રહ્યો છે.