મહેસાણાઃ જિલ્લના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ નજીક આવેલી ઉબખલ GIDCની અકે વુડન ફેક્ટરીમાં એકા એક આગ ભભૂકી ઉઠતા ફેક્ટરી આસપાસના વિસ્તારમાં ભારે દોડભાગ મચી હતી. જો કે ઘટનાની જાણ ડિઝાસ્ટર વિભાગને કરાતા મહેસાણા વિજાપુર સહિતના ફાયર ફાઈટરની ટિમો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી.
પરંતુ લાકડાના સામાનમાં આગ ભભૂકતા આગ પર કાબૂ મેળવવા 3 કલાકની ભારે જહેમત બાદ ફાયરટીમને સફળતા મળી હતી. જો કે હાલમાં મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ફેક્ટરીમાં લાગેલી કોઈ મશીનરીમાં ઇલેક્ટ્રિક શોકના કારણે સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન છે, તો આગને પગલે ફેકટરીમાં રહેલો લાખો રૂપિયાનો માલસામાન આગમાં બળીને ખાખ થયો છે, તો કેટલો હિસ્સો ફાયરટીમની મદદથી સલામત રહ્યો છે.