- વડનગરમાં ત્રણ વર્ષ પુર્વે દુષ્કર્મનો વીડિયો વાઇરલ કરનારી મહિલા ઝડપાઇ
- યુવકે યુવતીને બેભાન કરી દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો
- વીડિયો બનાવી બ્લેકમેલિંગ ત્રણ વર્ષ સુધી આચર્યુ દુષ્કર્મ
મહેસાણાઃ વડનગર પંથકમાં એક સગીરા સાથે મિત્રતા બનાવી રાહુલ મોદી નામના યુવકે તેનો ગેરફાયદો ઉઠાવતા પેંડામાં કેફી દ્રવ્યો ભેળવી સગીરાને બેભાન અવસ્થામાં લાવી તેની સાથે દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હતું. ત્યારે દુષ્કર્મ સમયે આ સગીરાને બ્લેકમેઇલિંગ કરવા વીડિયો બનાવી નરાધમ યુવક રાહુલ મોદી દ્વારા અનેક વાર સગીરાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જોકે આ વીડિયો કોલકત્તાની એક યુવતી પુતુલ ઉર્ફે ડોલી દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હતો. આથી ભોગ બનનારે હિંમત કરી વડનગર પોલીસ (vadnagar police) મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં વડનગર પોલીસે દુષ્કર્મના આરોપી રાહુલ મોદીની ધરપકડ કરી હતી. જોકે વીડિયો વાઇરલ (Vidaeo viral) કરનારી ડોલી લાંબા સમય બાદ હવે પોલીસને હાથ લાગી છે.
વીડિયો વાઇરલ કરનારી ડોલી કોલકત્તાથી ઝડપાઇ
સમાજમાં સ્ત્રીનું સ્થાન સન્માનનીય રહેલું છે પરંતુ આજે સમાજમાં ફરતી કેટલીક ડોલી પ્રકારની સ્ત્રીઓ એક સ્ત્રી હોવા છતાં સ્ત્રીના સન્માનને જાળવી નથી શકતી ત્યારે વડનગરમાં એક હવસખોર યુવક દ્વારા દુષ્કર્મનો શિકાર બનેલી સગીરાને મદદ કરવાના બદલે કોલકત્તાની યુવતી પુતુલ ઉર્ફે ડોલીએ સગીરા સાથે થયેલા દુષ્કર્મના દર્દનાક બનાવનો વીડિયો વાઇરલ કરી સમાજમાં તેની બદનામી કરી હતી. ત્યારે વડનગર પોલીસે આ દુષ્કર્મની ઘટનામાં વીડિયો વાઇરલ કરનારી ડોલીની કોલકત્તાથી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી છે. પોલીસે ગુન્હાની જડ સુધી પહોંચવા અને ગુનેગારોને સજા અપાવી ન્યાય માટે જડપાયેલી ડોલીના રિમાન્ડ સહિતની પ્રક્રિયા હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વડનગરમાં યુવકે વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
યુવતી પર 3 વર્ષ પહેલા દુષ્કર્મ આચરી બનાવ્યો હતો વીડિયો
વડનગરમાં પંથકમાં ત્રણ વર્ષ પહેલાં રાહુલ મોદી નામના એક યુવકે પ્રસાદીની અંદર કોઈ પદાર્થ ભેળવી યુવતીને બેભાન અવસ્થામાં લાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનો યુવકે વીડિયો બનાવ્યો હતો. આ યુવકને સાથ આપનારી પર પ્રાંતીય યુવતી પુતુલ ઉર્ફે ડોલી જે કોલકત્તાની છે. તેને પણ યુવતીની આબરૂ ઉડાવવા યુવકે બનાવેલો વીડિયો વાઇરલ (Vidaeo viral) કરી ગુન્હાહિત કૃત્ય આચર્યું હતું. ભોગ બનનારી યુવતીએ વડનગર પોલીસ (vadnagar police) મથકમાં આ બાબતે ફરિયાદ નોંધવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.