ETV Bharat / state

મહેસાણાના કરણનગરમાં જમીન દલાલની કાર રોકી ઘાતકી હુમલો કરાયો - police

દેશમાં ક્રાઇમનાં કેસ ઘણા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે અલગ-અલગ શહેરોમાં પણ ક્રાઇમનાં કેસ વધતા ગયા છે ત્યારે મહેસાણાનાં કરણનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે. કરણનગરમાં જમીન દલાલ બાબુ પ્રજાપતિ કાર લઇને જતો હતો ત્યારે અસામાજિક તત્વો દ્વારા તેની કાર રોકી હૂમલો કરાયો હતો.

કડી કરણનગરમાં જમીન દલાલની કાર રોકી ઘાતકી હુમલો

author img

By

Published : Mar 27, 2021, 11:01 AM IST

Updated : Mar 27, 2021, 5:07 PM IST

  • મહેસાણાના કરણનગરમાં જમીન દલાલની કાર રોકી ઘાતકી હુમલો, યુવકને ઇજાઓ કરી કારમાં તોડફોડ આચરી
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે કડી ખસેડાયો
  • પોલીસે ભોગ બનનારના નિવેદનના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
  • કરણનગરમાં જમીન દલાલ સાથેની અદાવતમાં ઘાતકી હુમલો કરાયો

    મહેસાણાઃ કડીમાં દિનપ્રતિદિન ગુન્હાખોરી વધતા કડી જિલ્લાનું ક્રાઈમ ઝોન બની ગયું છે ત્યારે વધુ એક વાર મહેસાણાના કરણનગરમાં જમીન દલાલ પોતાની કાર લઈ જઈ રહ્યો હતો ત્યાં અન્ય ત્રણ કારમાં બેસીને આવેલા અસામાજિક તત્વોએ જમીન દલાલ બાબુ પ્રજાપતિની કારને રોકી તેમના પર ઘાતકી હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં માથા સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજાઓ થતા યુવકને સારવાર અર્થે કડી ખેસેડવામાં આવ્યો હતો.
    કડી કરણનગરમાં જમીન દલાલની કાર રોકી ઘાતકી હુમલો
    કડી કરણનગરમાં જમીન દલાલની કાર રોકી ઘાતકી હુમલો

    આ પણ વાંચોઃ બગોદરા હાઈવે નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના મોત, 3 ઇજાગ્રસ્ત

ઘટનાને લઈ કડી પોલીસ હરકતમાં આવી

મહેસાણાનુ કડી ક્રાઈમ ઝોન બન્યુ હોય તેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કડીમા શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે બેઠકો યોજી રહ્યા છે. ત્યાં બીજી તરફ હત્યા કે પ્રયાસ , લૂંટ ફાટ, ચોરી અને છેતરપિંડી સહિતના અનેક ગુન્હાઓ કડીમાં જ માથું ઊંચકી રહ્યા છે ત્યારે કરણનગરમાં જમીન દલાલ બાબુ પ્રજાપતિ પર બનેલી જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે ભોગ બનનારનું નિવેદન લઈ તેમના પર હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધતા આરોપીઓની શોધખોળ આરંભી છે.

આ પણ વાંચોઃ બગદાણા નજીક બાઇક અને છોટા હાથી વચ્ચે અકસ્માતમાં 1નું મોત, 2 ઇજાગ્રસ્ત

Last Updated : Mar 27, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.