ETV Bharat / state

...અને બહાર આવ્યો અમેરિકા જવા IELTS બેન્ડ મેળવવાનો ચોંકાવનારો કારસો - inside Story fake ielts band score scam

અમેરિકામાંથી થોડા સમય પહેલા બોગસ રીતે IELTSની પરીક્ષા પાસ કરીને ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા જતા લોકો ઝડપાયા ( IELTS certificates to US and Canada) હતા. આ તમામ લોકો મહેસાણાના હોવાથી જાણ થતા જ, પોલીસ વડા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ કિસ્સો સામે આવતા જ, લોકોમાં ચર્ચાનો માહોલ બની ગયો છે. લોકો સવાલ કરી રહ્યો છે કે, અંગ્રેજી આવડ્યા વગર કેવી રીતે આ તમામ લોકો વિદેશ જઈ શકે, જાણો કેવી રીતે આ શક્ય બન્યું... Fake IELTS band Score scam

IELTS બેન્ડ મેળવવાનો ચોંકાવનારો કારસો
IELTS બેન્ડ મેળવવાનો ચોંકાવનારો કારસો
author img

By

Published : Sep 6, 2022, 5:28 PM IST

હૈદરાબાદ : વિદેશ કોને જવું પસંદ નથી, પરંતુ આ રીતે જવું એ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. મામલો છે મહેસાણાનો, જ્યાં IELTSના બોગસ સર્ટિફિકેટ મેળવીને કેનેડા- અમેરિકા જતા (IELTS certificates to US and Canada) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ અહેવાલમાં આપણે જાણીશું કે આ મહાકાંડ કેવી રીતે ઘડવામાં આવ્યો અને આ કાંડ પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે... Fake IELTS band Score scam

અમેરિકા જવાનું કૌભાંડ : છ મહિના પહેલા IELTSમાં 8 બેન્ડ મેળવીને અમેરિકા જવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં, મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના 4 યુવાનો અમેરિકામાં પકડાયા હતા. આ ઘટના બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ બાદ મહેસાણા SOG એ આ કાંડને લઈને તપાસ હાથ ધરી હતી. inside Story Fake IELTS band Score scam

કેવી રીતે પકડવામાં આવ્યા : આ તમામ યુવાનો બોટ દ્વારા પહેલા કેનેડા ગયા અને આ બાદ કેનેડાથી અમેરિકા જઇ રહ્યાં હતા. આ દરમિયાન, તેઓને રસ્તા પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાદ, સ્થાનિક પ્રશાસન દ્વારા પકડાયેલા તમામ યુવકોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાતા તેઓ અંગ્રેજી બોલી શકતા ન હોવાથી આ મામલે ભાંડો ફૂટ્યો હતો. અમેરિકન એમ્બેસીથી 6 માસ પૂર્વે મહેસાણા એસપી ઉપર આવેલા એક ઇમેઇલને કારણે આખા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. માહિતી જાહેર થતા જ મહેસાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. IELTS band Score scam

કેવી રીતે મેળવતા બેન્ડ : મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા IELTS બોગસ બેન્ડ સર્ટિફિકેટ મામલે જણાવવામાં આવ્યું કે, સાબરમતી અમદાવાદ સ્થિત પ્લેનેટ ઇડિયું નામની સંસ્થા દ્વારા ગુજરાતમાં જ IELTS પરીક્ષા લેવામાં આવતી હતી. આ સંસ્થા દ્વારા પરીક્ષા સ્થળ નક્કી કરવામાં આવતું હતું. અમદાવાદની આ સંસ્થા દ્વારા વિવિધ હોટલ અને ખાનગી સ્થળે પરીક્ષા યોજવામાં આવતી હતી. IELTS ની પરીક્ષા હોય, ત્યારે અંગ્રેજી ન આવડતું હોય તેવા વિધાર્થીની બદલીમાં ડમી વિદ્યાર્થી બેસાડવામાં આવતો હતો. આ રીતે ડમી પરીક્ષાર્થીને બેસાડીને IELTS માં 6 થી 8 બેન્ડ લેવડાવવામાં આવતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્લાનનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી હતો.

લાખો રૂપિયાની ઉઘરાણી : મહેસાણાના અમિત ચૌધરી સાથે મળીને આ પ્લેનેટ ઇડિયું નામની સંસ્થા દ્વારા પરીક્ષા કૌભાંડમાં સંડોવાયેલા 3 વ્યક્તિની મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ, 17 લોકો બોગસ સર્ટિફિકેટના માધ્યમથી વિદેશ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ડમી IELTS નું સર્ટિફિકેટ બનાવવા માટે અને આ સમગ્ર પ્રોસેસ માટે વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ બાદ, આ તમામ ડ્રામા કરીને આ સંસ્થા દ્વારા લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા. Fake IELTS band Score scam busted from Mehsana

45 લોકો વિરુદ્ધ ફરિયાદ : મહેસાણા પોલીસ દ્વારા IELTS બોગસ સર્ટિફિકેટ કાંડ મામલે છેલ્લા લાંબા સમયથી તપાસ ચલાવી રહી હતી. જેમાં 900 કરતા વધુ લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. અમદાવાદની પ્લેનેટ ઇડિયું નામની સંસ્થા વિરુદ્ધ ગુન્હો દાખલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જે બાદ આ કાંડમાં સંડોવાયેલા 45 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 17 લોકો બોગસ સર્ટીથી વિદેશ ગયા હોવાનું બહાર આવ્યું છે. હાલ, સની પટેલ (ઇન્વિઝીલેટર), ગોકુલ મેનન (રાઇટર), સાવન ફર્નાન્ડિઝ (રાઇટર)ની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ, પોલીસ દ્વારા વધુ તપાસમાં મોટી સંડોવણી પણ સામે આવી શકે છે. આ ઉપરાંત, બોગસ સર્ટિફિકેટ બનાવીને ભારતથી વિદેશ ગયેલા લોકોને પરત લાવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.