ETV Bharat / state

વિઠોડા ગામના યુવાનો દ્વારા નવતર પ્રયોગ, આ રીતે કરી રહ્યા છે ગામને કોરોનામુક્ત - કોરોનામુક્ત ગામ

મહેસાણાના ખેરાલું તાલુકાના વિઠોડા ગામના યુવાનો દ્વારા ગામને કોરોનામુક્ત કરવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે, યોવાનો દ્વારા છાણ, ઘી, કપુર, લાકડાથી અગ્ની પ્રજ્જવલીત કરી ગામમાં ફેરવી વાતાવરણને શુદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વિઠોડા ગામના યુવાનો દ્વારા નવતર પ્રયોગ, આ રીતે કરી રહ્યા છે ગામને કોરોનામુક્ત

author img

By

Published : May 15, 2021, 6:21 PM IST

  • ખેરાલું તાલુકાના વિઠોડા ગામના યુવાનોનો નવતર અભિગમ
  • છાણ, ઘી, કપુર, લાકડાથી અગ્ની પ્રજ્જવલીત કરી વાતાવરણને શુદ્ધ બનાવવાનો પ્રયાસ
  • હવામાનને શુદ્ધ કરવાના યુવાનોના પ્રયાસને ગામલોકોએ આપ્યો સાથ

મહેસાણા: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ખેરાલું તાલુકાના વિઠોડા ગામના યુવાનો દ્વારા નવતર અભિગમ શરૂ કરાયો છે. સપ્તાહમાં 3 દિવસ છાણ, ઘી, કપુર સહિત પીપળો અને સેજડાના લાકડાને સળગાવીને ગામના વાતાવણને શુધ્ધ બનાવી રહ્યા છે. આ યુવાનો સમગ્ર ગામમાં આ અગ્નિ સાથે ગામની દરેક શેરીઓ, મહોલ્લા અને જાહેર રસ્તા પર પરીભ્રમણ કરીને વાયુને શુધ્ધ બનાવી વિઠોડા ગામ કોરોના મુક્ત બને તેવો પ્રયાસ શરૂ કરાયો છે.

ગામને કોરોનામુક્ત કરવા વિઠોડા ગામના યુવાનોનો પ્રયાસ

આ પણ વાંચો: વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી અને સરકારી તબીબો સાથે કાર્ય કરી દર્દીઓનો જીવ બચાવ્યો

યુવાનોના પ્રયાસને ગામલોકોએ આપ્યો સાથ

વિઠોડા ગામના યુવાન કનું પી ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના મહામારીને મ્હાત આપવા સરકાર સહિત નાગરિકો કટિબદ્ધ બન્યા છે. ત્યારે, આ સમયે વિઠોડા ગામને કોરોના મુક્ત કરવા માટે અમારી ટીમ દ્વારા આ પ્રયાસ શરૂ કરાયો છે. જેમાં, પહેલાં યુવાનો પોતોના ખર્ચે આ કામગીરી કરી રહ્યા હતા. આ બાદ, આજે ગામના નાગરિકોનો સહયોગ મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા આ હવન અગ્નિમાં ઘી, કપુર, લાકડા, ગાયના છાણ સહિતની આહુતિ આપી રહ્યા છે. આ ઉપરાંત, વિઠોડા ગામના મુળજી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રયોગથી વાતાવરણમાં ઓક્સિજન છુટો પડે છે તેમજ લોકોના મનમાં હૃકારત્મકભાવ જન્મે છે. તેમણે જણાવ્યું હતું કે, વાતાવરણની શુદ્ધિકરણ સાથે આરોગ્યને તંદુરસ્ત રાખવાનો અનોખો પ્રયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગામડાઓમાં ETV Bharat: મહેસાણાના ચાંદણકી ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં

નાક થકી પણ માથાના રોગોને મટાડી શકાય છે

“નાસા હિ સિરસો દ્વારં” એટલે કે નાકએ માથાનું દ્વાર છે અને નાક દ્વારા લેવામાં આવેલી ઔષધી માથાના રોગનો નાશ કરે છે. આથી જ, વૈદિક કાળમાં હવનનો આવિષ્કાર ઋષિમુનિઓ દ્વારા કરાયો છે. આ ધુમાડો શરીરના મધ્યસ્થ ચેતાતંત્રમાં પહોંચી શરીર સાથે શારીરીક, માનસિક, આધ્યાત્મિક વૃધ્ધી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.