- નાયબમુખ્ય પ્રધાને મહેસાણામાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં 1000 કરોડાના કામો થયા
- શહેરના મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અન્ડંર પાસનું ખાતમુહૂર્ત નીતિન પટેલના હસ્તે કરાયું
મહેસાણાઃ શહેરમાં રૂપિયા 65 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવે પર મહેેેસાણા શહેરના મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અન્ડંર પાસનું ખાતમુહૂર્ત નીતિન પટેલના હસ્તે કરાયું છે, તો રૂપિયા 38 કરોડના ખર્ચે મહેસાણા-પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બીજી તરફ રૂપિયા 28 કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા તાલુકાના જગુદણ રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ અને 08 કરોડના ખર્ચે નિર્મતિ મહેસાણા-ગાંધીનગર લીંક રોડ ઉપર માનવ આશ્રમ ચાર રસ્તાથી સાંઇબાબા મંદિર વચ્ચે આવેલ ખારી નદી પર ઓવરબ્રિજનું લોકાર્પણ તેમજ રૂપિયા 02 કરોડ 50 લાખના ખર્ચે નિર્માણ પામનારા મહેસાણા તાલુકાના નાનીદાઉ-મોટીદાઉ ગામે આવતી રૂપેણ નદી પર પુલનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલના હસ્તે કરાયું હતું.