ETV Bharat / state

વિજાપુરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરતો ઠગબાજ ઝડપાયો

વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનમાં મકાન પાસ થયાનું જણાવી લોકો પાસેથી પૈસા પડાવતો એક ઠગબાજ ઝડપાયો હતો. પાલિકાની ટીમે ઘટનાની જાણ થતાં વોચ ગોઠવી ઠગબાજને ઝડપી પાડ્યો હતો.

વિજાપુરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરતો ઠગબાજ ઝડપાયો
વિજાપુરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરતો ઠગબાજ ઝડપાયો
author img

By

Published : Feb 18, 2021, 7:46 PM IST

  • વિજાપુરમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ખંખેરતો ગઠિયો ઝડપાયો
  • પાલિકાની ટીમે ઘટનાની જાણ થતાં વોચ ગોઠવી ઠગબાજને ઝડપી પાડ્યો
  • ઝડપાયેલો શખ્સ સીરાજમહમદ મેમણ મૂળ વિસનગરનો રહેવાસી હતો

મહેસાણાઃ વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં આવસ યોજનાના નામે પૈસા પડાવતો ઠગબાજ ઝડપાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનમાં મકાન પાસ થયાનું કહી નાગરિકો પાસેથી નાણાં પડાવતો હતો. પાલિકાની ટીમે ઘટનાની જાણ થતાં વોચ ગોઠવી ઠગબાજને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો શખ્સ સીરાજમહમદ મેમણ મૂળ વિસનગરનો રહેવાસી હતો અને પાલિકા અને ચીફ ઓફિસરનું નામ લઈ લોકોને છેતરતો હતો.

આવાસ યોજના માટે ભ્રમિત કરી પૈસા પડાવતા એક ઠગબાજ ઝડપાયો

વિજાપુર શહેરમાં અનેક એવા સલ્મ વિસ્તાર આવેલા છે. જ્યાં લોકોને એક સારી છતની આશ રહેલી હોય છે. તેવામાં નગરપાલિકા થકી થતા આવાસ યોજનાના આયોજનમાં લોકો સાથે ઠગબાજી થતી હોવાની ઘટના વિજાપુર નગરપાલિકાના ધ્યાને આવી હતી, ત્યારે પાલિકાના અધિકારી દ્વારા વોચ ગોઠવી લોકોને આવાસ યોજના માટે ભ્રમિત કરી પૈસા પડાવતા એક ઠગબાજને ઝડપી પાડવામાં આવ્યો હતો.

છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

વિજાપુર નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન પાસ થઈ ગયા છે તેવું કહી નગરપાલિકા અધિકારીએ જણાવ્યા મુજબ પૈસા આપવાના થાય છે તેવું કહી વિસનગરના રહેવસી સીરાજમહમદ મેમણ નામનો શકશો લોકોને છેતરતો હોઈ રંગે હાથ ઝડપાઇ જતા નગરપાલિકા અધિકારી દ્વારા પાલિકા અને અધિકારીનું નામ બદનામ કરતા શકશ સામે જાણવાજોગ ફરિયાદ નોંધાવી ઠગબાજ યુવકને વિજાપુર પોલીસ ના હવાલે કર્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.