છેવાડાના વિસ્તારોમાં બેચરાજીથી હારીજ તરફ જતો રસ્તો 1 વર્ષ પહેલા જ બનાવવમાં આવ્યો હતો. જે હાલ બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે રસ્તાની નિર્માણ કાર્યને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ અંગે વાત કરતાં બેચરાજી ધારાસભ્યએ તંત્રમાં રજૂઆત કરી હતી. આ સાથે અધિકારીઓની બેદરકારી પ્રત્યે ધ્યાન દોર્યુ હતું. આ સાથે જ રોડનું કામ કરનાર એજન્સી સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કરાણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બેચરાજીથી હારીજ જતો માર્ગ એક વર્ષમાં જ બિસ્માર... - latest news of mahesana
મહેસાણાઃ જિલ્લાના છેવાડા વિસ્તારમાં સરકારના વિકાસ કાર્યો તો દૂર પ્રાથમિક સુવિધા પણ પહોંચી નથી. બેચરાજીથી હરીજ તરફ જતો માર્ગ બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો છતાં તેમની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી, ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ પ્રજાનો હક તેમના સુધી પહોચવા ન દેતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે.
છેવાડાના વિસ્તારોમાં બેચરાજીથી હારીજ તરફ જતો રસ્તો 1 વર્ષ પહેલા જ બનાવવમાં આવ્યો હતો. જે હાલ બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે રસ્તાની નિર્માણ કાર્યને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ અંગે વાત કરતાં બેચરાજી ધારાસભ્યએ તંત્રમાં રજૂઆત કરી હતી. આ સાથે અધિકારીઓની બેદરકારી પ્રત્યે ધ્યાન દોર્યુ હતું. આ સાથે જ રોડનું કામ કરનાર એજન્સી સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કરાણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લો રાજકીય અમે વિકાસ ક્ષેત્રે નેતૃત્વ માટે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આજે જિલ્લાના છેવાળાના વિસ્તારોમાં ક્યાંક બેચરાજી થી હારીજ જતો માર્ગ પોતે બન્યાના 1 જ વર્ષમાં બિસમાર હાલતમાં મુકાયો છે રસ્તા પર પડેલા નાના મોટા ખાડાઓ અને રોડ માંથી ઉખાડીને વાહન ચાલકોની આંખોમાં પડતી કાંકરીઓ અને કણો પણ રસ્તાના નિર્માણમાં ખામી રહી ગઈ હોય તેની ચાડી ખાઈ રહ્યા છે ત્યારે બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં પ્રજા પ્રતિનિધિ તરીકે સરકારમાં પદાધિકાર મેળવનાર સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારનું ધ્યાન દોરી કોન્ટ્રાકટર અને રસ્તાને લાગતા અધિકારીઓની લાપરવાહી થી સરકારના પૈસા વેડફાતા હોય તેમ રોડનું કામ યોગ્ય થયું ન હોવાની રજુઆત કરતા રોડનું કામ કરનાર એજન્સી સામે કડક પગલાં લેવા માંગ કરી છે
બાઈટ 01 : ભરત ઠાકોર, ધારાસભ્ય, બેચરાજીConclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા