- ઇનસર્વિસ તબીબોના પડતર પ્રશ્નોની રજૂઆતાનો મામલો
- સરકારે ગુજરાત ઇનસર્વિસ તબીબ સંગઠનના પ્રતિનિધિઓની પ્રતિનિયુક્તિ કરી નાખી
- મહેસાણા જિલ્લાના 200 જેટલા ઇનસર્વિસ તબીબો હડતાલ પર રહેતા આરોગ્ય વિભાગની કામગીરી પર અસર વર્તાઇ
- જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી સંપૂર્ણપણે બંધ જેવી પરિસ્થિતિમાં હતી
મહેસાણાઃ ગુજરાત રાજ્યમાં ઇનસર્વિસ તબીબો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની પડતર માગોને લઈ અસંખ્યવાર અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાની રજૂઆત કરી હતી. આ રજૂઆત વિશે સરકારમાં નિર્ણય લેવા માટે જાણ કરવામાં આવી હતી. જો કે, તબીબોની આ રજૂઆત મામલે સરકાર જાણે આંખ આડા કાન કરતી હોય તેમ છેલ્લા ઘણા વર્ષોથી તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી ગુજરાત ઇનસર્વિસ તબીબ સંગઠન દ્વારા રાજ્યવ્યાપી લડત આરંભી સરકારને તેમના પ્રશ્નો ઉકેલવા વિશેષ રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચોઃ હોસ્ટેલની માંગણી સાથે 200થી વધુ ઈન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
31મેના રોજ ફરજ પરથી અડગ રહી હડતાલ યોજવાનું એલાન કરાયું હતું
જો સરકાર યોગ્ય નિર્ણય ન લે તો આગામી 31મેના રોજ ફરજ પરથી અડગ રહી હડતાલ યોજવાનું એલાન કરાયું હતું. જો કે, સરકાર દ્વારા આ તબીબોની રજૂઆતને વધુ એકવાર દબાવવાનો પ્રયાસ કરતા રજૂઆતનો નેજો લઈ આગળ આવનાર સંગઠનના હોદ્દેદારોની પ્રતિનિયુક્તિ અન્ય જગ્યાએ કરી ઇનસર્વિસ તબીબીની રજૂઆતને વેરવિખેર કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
સંગઠનના હોદ્દેદારોની પ્રતિનિયુક્તિના આદેશ કર્યા છે
સરકારના નિર્ણયથી નારાજ મહેસાણા જિલ્લાના 200 જેટલા ઇનસર્વિસ તબીબોએ ભેગા મળી મહેસાણા કલેક્ટરને અવેદનપત્ર આપતા સરકારે જે સંગઠનના હોદ્દેદારોની પ્રતિનિયુક્તિના આદેશ કર્યા છે, તે રદ કરે તેવી માગ કરી છે. જો સરકાર તેમની આ માગણી નહિ પુરી કરે, ત્યાં સુધી તમામ તબીબો પોતાની ફરજથી અડગ રહી વિરોધ નોંધાવતા હડતાલ પર રહેશે.