- ફરિયાદીએ લાંચ કેસની તપાસ કાર્યવાહીમાં નારાજગી દર્શાવી
- ફરિયાદીએ પોતાની રજુઆત વિધાનસભામાં કરવા પાટણ ધારાસભ્યને લખ્યો પત્ર
- વિસનગર સવાલા સીટના ચૂંટણી અધિકારીની લાંચનો મામલો
મહેસાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત વિસનગર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે નિયુક્ત ચૂંટણી અધિકારી બ્રહ્મભટ્ટ સામે ગાંધીનગર ACB દ્વારા 1 લાખની લાંચ લેવા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આ કાર્યવાહીમાં તાજેતરમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે. સાથે આ કેસમાં ફરિયાદી દ્વારા તપાસ કાર્યવાહી મામલે નારાજગી દર્શાવતા વિધાનસભામાં આ મુદ્દે રજુઆત કરવા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે વિસનગરમાં થયેલ ACB કેસમાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ફરિયાદીની માગ ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચાઈ શકે છે.
આ પણ વાંચો: રાજકોટ ACBને મળી સફળતા, SGSTના અધિકારીને 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
ફરિયાદીએ લાંચ કેસની તપાસ કાર્યવાહીમાં નારાજગી દર્શાવી
વિસનગર ખાતે સવાલા બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારને તેમનું ફોર્મ ક્ષતિયુક્ત હોવાનું કહી રદ કરવાનું જણાવતા આ બેઠક પરના ચૂંટણી અધિકારીએ ઉમેદવારના ફોર્મને રદ ન કરવા માટે 3 લાખની લાંચ માંગી હતી. ત્યારે લાંચ માંગનાર અધિકારી અને ફરિયાદી વચ્ચે રકઝકના અંતે 1 લાખ લાંચ પેટે આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેમણે ગાંધીનગર ACB ટીમનો સંપર્ક કરી લાંચ માંગનાર અધિકારીને 1 લાખ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. ત્યારે ફરિયાદમાં અન્ય ઉપરી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માગ હોવા છતાં તેમની સામે કાર્યવાહી ન થતા ફરિયાદીએ આ મુદ્દે વિધાનસભામાં રજુઆત મોકલી આપી છે.