અમદાવાદઃ મહેસાણા જિલ્લામાં રવિવારે વનરક્ષકની પરીક્ષા લેવામાં આવી (Irregularity in Van Rakshak Exam) હતી. જોકે, ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં આ પરીક્ષા દરમિયાન પેપર ફૂટ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. ત્યારબાદ તપાસમાં એક ઉમેદવારે ગેરરીતિ કરી (Copy case in Van Rakshak Exam in Mehsana) હોવાનું સામે આવ્યું હતું. તો આ અંગે કોપી કેસ નોંધાયો (Police Complaint in Unava Police Station ) હતો. તો આ તરફ જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી. પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. એટલે સમગ્ર પરીક્ષા રદ નહીં થાય.
આ પણ વાંચો- Paper leak in Chhotaudepur district : છોટાઉદેપુરમાં ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં લીક થયાની ઘટના બની નથી
આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ- આ મામલે ઉનાવા પોલીસ સ્ટેશનમાં કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ, અલ્પેશ પટેલ, જગદીશ ચૌધરી, મૌલિક ચૌધરી, મનીષા ચૌધરી અને રવિ મકવાણા સામે ફરિયાદ (Police Complaint in Unava Police Station) નોંધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ અને અલ્પેશ પટેલે ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓએ પ્રશ્નપત્રના મોબાઈલથી ફોટો પાડી વોટ્સએપથી આપી જવાબો તૈયાર કર્યા હતા.
આ પણ વાંચો- ફરી એકવાર ગુજરાતના બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે: ગોપાલ ઈટાલિયા
આરોપીઓએ પ્રશ્નપત્રના જવાબ મોકલ્યા હતા- પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓએ મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી, મનીષા ચૌધરી અને રવિ મકવાણાને પ્રશ્નપત્રના જવાબ મોકલ્યા હતા. ત્યારબાદ ફોટો ડિલીટ કરી દીધા હતા. આ ઉપરાંત જવાબવાળો કાગળ પણ સળગાવી દીધો હતો. જોકે, આ સમગ્ર મામલે ઓબ્ઝર્વર ડો. અંકિત પટેલે ફરિયાદ નોંધાવી હતી.
ચાર વર્ષે યોજાઈ પરીક્ષા - મહત્ત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટીની પ્રોફેશનલ પરીક્ષા સમિતિ (Professional Examination Committee of Gujarat University) દ્વારા રવિવારે વનરક્ષક વર્ગ-3ની જગ્યા પર ભરતી પરીક્ષા રવિવારે યોજાઈ હતી. રાજ્યમાં 334 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ હતી. રાજ્યના 4.97 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જ્યારે અમદાવાદમાં 52,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આખરે 4 વર્ષ પછી આ પરીક્ષા યોજાઈ હતી. તેના કારણે ઉમેદવારોમાં પણ ખુશી જોવા મળી હતી.