- ચૂંટણી ફરજ પર કામગીરી કરનારાનું આગોતરું મતદાન
- દરેકને ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત થાય માટે ચૂંટણીનું આયોજન
- ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ કર્યું મતદાન
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યાં ચૂંટણી ફરજ પર જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પોતાના મતાધિકારનો હક મળે માટે મહેસાણા જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા તાલુકા કક્ષાએ બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મતદારોએ મતદાન કરી ખુશીની લાગણી અનુભવી
વિસનગર નૂતન હાઈસ્કૂલમાં વિસનગર જોનના ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજ પરના તમામ મતદારોને બેલેટ આપી તેમની પસંદગીના ઉમેદવાર મને મતદાન કરવા તક આપવામાં આવી હતી. જેમાં પ્રેત્યેક મતદાર પોતાના ચૂંટણી કાર્ડ સહિતના ઓળખ પત્ર દ્વારા મતદાન કરી રાષ્ટ્રની લોકશાહીના આ પર્વમાં સહભાગી બન્યા હતા. તો મતદારોએ મતદાન કરી ખુશીની લાગણી અનુભવી અન્ય મતદારોને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી.