- મહેસાણા જિલ્લામાં સરકારી પ્રાથમિક કન્યા શાળાના બે શિક્ષકો સહિત 30 લોકો કોરોના સંક્રમિત
- મહેસાણાની પ્રાથમિક કન્યા શાળા નંબર-2ના બે શિક્ષકો કોરોનાગ્રસ્ત થતા શાળા બંધ કરવામાં આવી
- જિલ્લામાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
મહેસાણા: મહેસાણા જિલ્લામાં જાણે કોરોના સંક્રમણ ચૂંટણીના એકદમ જ ગાયબ થઇ ગયું હતું બાદ ચૂંટણી જતા જાણે કે માનવસર્જિત હોય તે રીતે ફરી એકવાર કોરોનાના કેસો વધાવા માંડ્યા છે. સરકારે દ્વારા ફરીથી ખોલવામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં પણ હવે કોરોનાએ પગપેસારો કરતો દેખાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં 30 પોઝિટીવ કેસમાં 2 કેસ મહેસાણા સ્થિત આવેલ પ્રાથમિક કન્યા શાળા નંબર 2 ના બે શિક્ષકો પોઝિટીવ આવ્યા હતા. જેઓ સંક્રમિત હોવા છતાં સ્કૂલમાં આવી રહ્યા હતા જેના કારણે સમગ્ર સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : મહુવાની નગર પ્રાથમિક શાળામાં સરકારની ગાઈડ લાઈનના ઉડયા ધજાગરા
મહેસાણા DPEOને ઘટના ધ્યાને આવતા અચોક્કસ મુદ્દત માટે શાળા બંધ રાખવા આદેશ આપ્યો
મહેસાણા જિલ્લામાં સ્થાનિય ચૂંટણી પુરી થતા એકાએક કોરોના કેસમાં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે મહેસાણા જિલ્લામાં 30 લોકો કોરોના પોઝિટીવ જોવા મળી આવ્યા હતા. તેવામાં શાળાના બે શિક્ષકો સંક્રમિત થતા માંડ માંડ શરૂ થયેલ શાળાઓ માની મહેસાણા પ્રાથમિક કન્યા શાળા નંબર 2 પુનઃ બંધ કરી દેવાના આદેશ જિલ્લા પ્રથમીક શિક્ષણ અધિકારીએ આપ્યા છે. હવે મહેસાણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણથી આગામી સમયમાં પરિસ્થિતિ શુ થાય છે તે તો વિચારવું જ રહેશે..!