ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં માસ્ક મામલે 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો - Protection against corona

મહેસાણા જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો છે. જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસ 450 થયા છે, ત્યારે જન આરોગ્ય સામે કોરોના વાઇરસનો સીધો ખતરો જોતા અનલોકની પ્રથામાં નાગરિકો બેજવાબદાર બની માસ્ક ન પહેરતા પોલીસના હાથે દંડાઈ રહ્યા છે. જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ પ્રતિદિન એક લાખ રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.

Mehsana district, a fine of Rs 10 lakh
મહેસાણા જિલ્લામાં માસ્ક મામલે 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો
author img

By

Published : Jul 10, 2020, 9:54 PM IST

મહેસાણામાં માસ્ક મામલે 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો

  • માસ્ક ન પહેરવા બદલ પોલીસે વસુલ્યો દંડ
  • 3 દિવસમાં 5689 કેસ કરી 10 લાખથી વધુની રકમનો વસૂલાયો દંડ
  • દરરોજ 1 લાખ રૂપિયાથી વધુનો વસૂલાય રહ્યો છે દંડ

મહેસાણાઃ જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો છે. જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસ 450 થયા છે, ત્યારે જન આરોગ્ય સામે કોરોના વાઇરસનો સીધો ખતરો જોતા અનલોકની પ્રથામાં નાગરિકો બેજવાબદાર બની માસ્ક ન પહેરતા પોલીસના હાથે દંડાઈ રહ્યા છે. જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ પ્રતિદિન એક લાખ રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં માસ્ક મામલે 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને પગલે રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી છે. પોલીસ દ્વારા જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ પ્રતિદિન એક લાખ રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. પોલીસે તમામ જાહેર રસ્તાઓ અને ચાર રસ્તાઓ પર પોઈન્ટ ગોઠવી મહિલા પોલીસને સાથે રાખી રસ્તા પર પસાર થતા લોકોને માસ્ક ન પહેરવા મામલે રોકી દંડ વસુલ કરી રહી છે.

Mehsana district, a fine of Rs 10 lakh
મહેસાણા જિલ્લામાં માસ્ક મામલે 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો

પોલીસ કાર્યવાહી કરતી હોવા છતાં કેટલાક લોકો માસ્ક નથી પહેરી રહ્યા ત્યારે જિલ્લા પોલીસે માત્ર 3 દિવસમાં 5689 કેસ કરી 10 લાખથી વધુની રકમનો દંડ વસુલ કર્યો છે. જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે તેઓ માસ્ક પહેરે અને બિનજરૂરી બહાર ન નીકળે જોકે દિવસે જાહેર રસ્તાઓ અને વિસ્તારોમાં કોરોનાથી બેખોફ બની વાહન ચાલકો અને રાહદારીઓ ફરતા નજરે પડી રહ્યા છે. જિલ્લામાં કોરોનાને પગલે 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો હાલ 160 લોકો કોરોનાથી સંક્રમિત થતા સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય અને પોલીસ તંત્ર સહિત સરકારે અપીલ કરી છે કે દરેક લોકો સુરક્ષિત રહેવા માસ્ક પહેરે અને બિનજરૂરી બહાર ન નીકળે તેમજ સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગની સાથે સામજિક અંતર બનાવી રાખે. ઉપરાંત કારમાં મુસાફરી દરમિયાન એક થી વધુ લોકો હોય તો તેઓ તમામ મોઢા પર માસ્ક બાંધી રાખે તેમછતાં કેટલાક નિયમોનું પાલન કરતા નથી જેથી પોલીસ દ્વારા નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરી રોજિંદા ટાર્ગેટ સાથે એક લાખથી વધુનો દંડ પણ કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.