ETV Bharat / state

મહેસાણામાં બહુચર માતાજીને પોષી પૂનમે શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરાયો

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ગામમાં બાલા ત્રિપુરા એવા બહુચર માતાજીના મંદિરે પોષી પૂનમ નિમિત્તે માતાજીને શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગારમાં માતાજીને જે ફૂલોની જગ્યાએ સ્ટ્રોબેરીનો હાર બનાવી પહેરાવવામાં આવ્યો હતો. એક વિશેષ ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ માતાજીને શાકંભરી પૂનમને પગલે ખાસ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરી શણગાર કરાયો હતો, જેને જોઈ ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા હતા.

મહેસાણામાં બહુચર માતાજીને પોષી પૂનમે શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરાયો
મહેસાણામાં બહુચર માતાજીને પોષી પૂનમે શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરાયો
author img

By

Published : Jan 30, 2021, 10:17 AM IST

  • બેચરાજીમાં પોષી પૂનમ માતાજીને શાકભાજી-ફળોનો શણગાર કરાયો
  • માતાજીને સ્ટોબેરીનો વિશેષ પ્રકારનો હાર પહેરાવવામાં આવ્યો
  • પૂર્ણ શ્રદ્ધાથી ભક્તોએ પોષી પૂનમે માતાજીના દર્શન કર્યા
  • બેચરાજીમાં માતાજીને શાકભાજી અને ફ્રુટનો શણગાર સજાવાયો

મહેસાણાઃ પોષી પૂનમ નિમિત્તે બહુચર માતાજીને વિશેષ સ્ટ્રોબેરીનો હાર પહેરાવવામાં આવ્યો હતો. આ સાથે જ માતાજીને શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. માતાજીના દર્શન માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી હતી.

મહેસાણામાં બહુચર માતાજીને પોષી પૂનમે શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરાયો
મહેસાણામાં બહુચર માતાજીને પોષી પૂનમે શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરાયો

માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

જિલ્લામાં આવેલા બેચરાજી ધાર્મિક યાત્રાધામ ખાતે બહુચર માતાજી પર અનેક ભક્તોને અપાર શ્રદ્ધા રહેલી છે. પોષી પૂનમના દિવસે માતાજીના દર્શનનું એક આગવું મહત્ત્વ હોવાથી આ દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેથી બહુચર માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

મંદિરનું પરિસર બોલ માડી બહુચર જય જય બહુચરના નાદથી ગુંજી ઊઠ્યું

ભક્તોના આગમનથી સંપૂર્ણ મંદિર પરિસર બોલ માડી બહુચર જય જય બહુચરના નાદથી ગુંજી ઊઠ્યું હતું. જોકે, કોરોના કાળમાં પણ મંદિરને ખોલી દેવાતા ભક્તોમાં વિશેષ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.