ETV Bharat / state

કડીમાં નકલી GST ટીમના અધિકારી બની એક મહિલા 1.83 લાખ લઈ તેના સાગરીતો સાથે ફરાર, એક ઝડપ્યો

મહેસાણા જિલ્લાના કડીમાં નકલી GST અધીકારી બની મહિલાએ 1.83 લાખની છેતરપિંડી આચરી છે. ફેકટરીના માલિકે ઓળખપત્ર માંગતા ઠગબાજો ભાગ્યા હતા. આ ઘટનાના મુદ્દે ફેકટરીના માલિકે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

author img

By

Published : Mar 6, 2021, 9:42 AM IST

મહિલા 1.83 લાખ લઈ ફરાર
મહિલા 1.83 લાખ લઈ ફરાર
  • પામોલિન તેલના ડબ્બા ભરવાની ફેકટરીમાં નકલી GST ટીમના દરોડા
  • ફેકટરી માલિકે ઓળખપત્ર માંગતા ઠગબાજો ભાગ્યા
  • માલિકે કડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
  • નકલી GST ટીમ ફેકટરીના CCTVમાં કેદ થઈ

મહેસાણા: જિલ્લામાં આવેલ કડી પંથકમાં દિન-પ્રતિદિન ગુનાહિત કૃત્યો વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં કડીના એક ફેકટરી માલિક નકલી GST અધકારીઓ કાવતરામાં સપડતા 1.83 લાખ જેટલી રકમ ગુમાવી છે. જોકે ઘટના બાદ કડી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા 5 નકલી GST ઈન્કમટેક્સના ટીમના ઠગબાજો સામે ફરિયાદ નોંધાઈ છે.

ફેકટરી માલિક હાજર ન હોઈ કારીગરોને ધમકાવી 1.83 લાખ ખંખેર્યા

કડી બુડાસન GIDCમાં આવેલ એન.જે પ્રોટીન નામની પામોલિન તેલના ડબ્બા ભરવાની ફેકટરીમાં બપોરના સુમારે એક મહિલા અને તેની સાથે બે માણસોએ આવી ફેકટરીના કર્મચારીઓને પોતે GST ઈન્કમટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપી મોબાઈલ ફોન પડાવી લઈ ફેક્ટરીની ઓફીમાં પડેલી ફાઈલો ઉઠાવી લીધી હતી. જે બાદ ખોટા કેસોમાં ફસાવી દેવાનું કહી ફેકટરીના લોકરમાં પડેલ 1.83 લાખ જેટલી રકમ લઈ ફેકટરીમાં વધુ તપાસ હાથ ધરી હતી. જોકે તે દરમિયાન ટેમ્પો ડ્રાઇવરે ફેકટરી માલિકને ફોન કરી બોલાવી લેતા ફેકટરી માલિક જાતિનભાઈ પટેલે નકલી GST ટીમના માણસોને કાર્યવાહી કરતા રોકી ઓળખપત્રો માંગેલા ત્યારે ત્રણેય શખ્સો ફાઈલો ઓફિસમાં મૂકી ઓળખપત્રો ગાડીમાં પડ્યા હોવાનું કહી 1.83 લાખ રોકડ લઈ ફેકટરી માલિકને ચકમો આપી ભાગી છૂટ્યા હતા.

આ પણ વાંચો: GST છેતરપિંડી કેસમાં સીએ અને એક મહિલા સહિત 12ની ધરપકડ

ભાગવા જતા એક શખ્સ ફેકટરી માલિકના હાથે ઝડપાયો

તેમની સાથે આવેલા એક શખ્સ ગાડી સુધી પહોંચી ન શકતા તે ઝડપાઈ ગયો હતો, ત્યારે સમગ્ર ઘટના મામલે જતીનભાઈએ કડી પોલીસને જાણ કરતા ઝડપાયેલા શખ્સે પોતે જોટાણા ગામનો મુકેશ ચાવડા હોવાની ઓળખ આપી હતી. અને GST ટીમના માણસો ન હોવાનું કબૂલાત કરી હતી, તો તેની ટીમમાં આવેલ એક મહિલા એક પત્રકાર હેમલ શાહ હોવાની ઓળખ આપી હતી. અન્ય ત્રણ શખ્સો વિશે તે કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. જોકે કડી પોલીસે સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ નોંધી ઝડપાયેલા શખ્સને જેલના સળિયા પાછળ ધકેલતા GST ટીમના નામે આવેલા અન્ય ફરાર ઠગબાજોને પકડવા CCTV ફુટેજની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.