- મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા અને વિસનગર પાલિકામાં ફિમેલ પાટીદાર પાવર
- મહેસાણા પાલિકામાં પરા અને પાંચોટના નાતે જોડાયેલ પાટીદારી મહિલા પ્રમુખ
- ઊંઝા પાલિકામાં પહેલી વખત બહુમતી સાથે ભાજપના મહિલા પ્રમુખ બન્યામહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા અને વિસનગર પાલિકામાં ફિમેલ પાટીદાર પાવર
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જે બાદ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. 4માંથી 3 પાલિકામાં પાટીદાર મહિલા પાવર શાસનમાં આવી છે. મહેસાણા નગરપાલિકામાં પાટીદારોનો ગઢ એવો પરા વિસ્તારની દિકરી અને પાંચોટ ગામની વહુ વર્ષા પટેલના હાથમાં મહેસાણા પાલિકા પ્રમુખનો હોદ્દો આવ્યો છે. જ્યારે ઊંઝામાં રિન્કુ પટેલ પાલિકાના ઇતિહાસમાં વર્ષો બાદ બહુમતી સાથે એક મહિલા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ વિસનગર પાલિકાની જો વાત કરીએ તો વિસનગર પાલિકામાં વર્ષા પટેલ આમ તો અન્ય સમાજના દિકરી છે, પરંતુ તેમણે પાટીદારમાં પ્રેમલગ્ન કરેલ છે. તેઓ ઋષિકેશ પટેલ ધારાસભ્યના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેઓ પણ એક પાટીદારી પરિવારના વહુ હોવાથી વિસનગર પાલિકામાં પ્રમુખ તરીકે તેઓ આવતા પાટીદાર મહિલા પાલિકાના પ્રમુખ તરીકે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં હોદેદારોની વરણી
મહિલા પાટીદાર પાવર પાલિકા પ્રમુખ હોઈ વિકાસના કામ તરફ તેમના વિચારો.!
મહેસાણા જિલ્લામાં મહેસાણા પાલિકામાં આવેલા વર્ષા પટેલ પ્રમુખ બનતા તેઓએ મહેસાણા શહેરના પાણી રોડ રસ્તા અને ગંદકી, સિટીની સમસ્યાના નિવારણ અને શહેરના વિકાસ માટે કાર્ય કરવાની તૈયારીઓ બતાવી છે. જ્યારે ઊંઝા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા રિન્કુ પટેલે ભાજપનો આભાર માની તેમને ઊંઝા નગરની સેવા માટે મળેલી તકે સારી રીતે નિભાવવાની તૈયારીઓ બતાવી છે તો વિસનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા વર્ષા પટેલ પોતે સ્ત્રીઓ અને સખી મંડળો માટે અનેક કર્યો કરેલા હોવાથી મહિલાઓ માટે નગરપાલિકા થકી આવતા તમામ કાર્યો કરવાની સાથે સાથે નગરના વિકાસના તમામ કામો સારી રીતે પાર પાડવાની તૈયારીઓ બતાવી છે.