- મહેસાણા જિલ્લામાં દરેક ખેત પેદાશનું સરેરાશ 10 ટકા ઉત્પાદન વધ્યું
- વરસાદ સારો રહેતા કૃષિ વાવેતર અને ઉત્પાદનમાં વધારો નોંધાયો
- મહેસાણા જિલ્લામાં ઘઉં, ચણા અને બટાટાનું મબલખ ઉત્પાદન
મહેસાણા: ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાયથી મહેસાણા જિલ્લાની આર્થિક સધ્ધરતા રહેલી છે. ત્યારે ગત ચોમાસાની સિઝનમાં વરસાદ સારો રહેતા જિલ્લા પંથકમાં ઘઉંનું 70 હજાર હેકટર, બટાટાનું 8 હજાર હેકટર અને રાયડાનું 15,000 હેકટર સહિત જુદા-જુદા પાકોનું 10 ટકાથી વધુ વાવેતર થયુ હતું. પરિણામે રવિ સીઝનમાં વાવણી કરાયેલી ખેત પેદાશો તૈયાર થઈ જતા જિલ્લામાં ઘઉં, રાયડો અને બટાટાનું મબલખ ઉત્પાદન જોવા મળ્યું હતુ.
આ પણ વાંચો: મહેસાણામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ
વિજાપુર બટાટાના ઉત્પાદન માટે મોખરાનું સ્થાન ધરાવે છે
વિજાપુર તાલુકામાં રાતી ગોરાળ જમીન હોઈ ત્યાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થતું હોય છે. ત્યારે આ વખતે બટાટામાં પણ દર વર્ષની સરખામણીએ વાવેતર વધતા ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. વિજાપુરના બટાટા દેશના દરેક રાજ્યો સુધી પહોંચે છે. જેનો ઉપયોગ શાકભાજીથી લઈને ફાસ્ટફૂડ અને નમકીન પ્રોડક્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: મહેસાણાઃ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન, ખેડૂતોની માંગ- પાક વળતર આપો