ETV Bharat / state

કલેકટરે 100 કિમી સાઇકલ ચલાવી મતદાન જાગૃતિનો અનોખો સંદેશો પાઠવ્યો

મહેસાણા જિલ્લા ચૂંટણી પંચની દ્વારા મતદાન જાગૃતિને લઈને અનોખી પહેલ (Voting awareness in Mehsana) હાથ ધરી હતી. કલેકટરે 50 સાયકલિસ્ટો સાથે 100 કિમી લાંબી સાયકલ યાત્રા કરીને મતદારોને જાગૃત કરવાનો સંદેશો પાઠવ્યો હતો. (Gujarat Assembly Election 2022)

કલેકટરે 100 કિમી સાઇકલ ચલાવી મતદાન જાગૃતિનો અનોખા સંદેશો પાઠવ્યો

author img

By

Published : Nov 22, 2022, 9:27 AM IST

મહેસાણા : રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોથી લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. જેને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિને લઈને અભિયાન પણ ચાલી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં મતદાન વધારવા (Voting awareness in Mehsana) મતદારોને જાગૃત કરવાને લઈને અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કલેકટર સાથે 50થી વધુ સાયકલિસ્ટ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 કિમીનું અંતર કાપી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો છે. (Voting awareness in Gujarat)

મહેસાણા જિલ્લા ચૂંટણી પંચની દ્વારા મતદાન જાગૃતિને લઈને અનોખી પહેલ

100 કિમી સાયકલ યાત્રા મહેસાણા જિલ્લામાં મતદારોને જાગૃત કરી લોકશાહીના આ અવસરમાં મહત્તમ મતદાન થાય તે માટે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલે અધિક કલેક્ટર ઇન્દ્રજીત વાળા અને સાઇકલ ક્લબના 50થી વધુ સાયકલીસ્ટ સાથે મળી વહેલી સવારે મહેસાણાથી 100 કિમી સુધી લાંબી સાઇકલ યાત્રા કરી હતી. જેમાં તમામ સાયકલિસ્ટ (Cycle tour in Mehsana) મહેસાણાથી ઊંઝા, ઉપેરા, વડનગર, વિસનગર થઈ પરત મહેસાણા ફર્યા હતા. (cycle yatra Voting awareness in Mehsana)

મતદાન જાગૃતિનો સંદેશો આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ રસ્તામાં આવતા ગામો અને શહેરોમાં મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. તો ઉપેરા ગામે મતદાર જાગૃતિ સભામાં કલેકટર દ્વારા મતદાનને અનેરો અવસર ગણાવ્યો હતો. મતદાર જાગૃત બને તેટલી લોકશાહી મજબૂત બનશે તેવી પ્રેરણા સંબોધન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જૂનાગઢમાં એક યુવક દ્વારા પુષ્પ વડે આહલાદક રંગોળી બનાવીને પ્રજામાં મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. તો હવે જોવું રહ્યું કે, આ વર્ષેની ચૂંટણીમાં શું રેકોર્ડ બ્રેક થાય છે કે કેમ. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.