- મહેસાણા જિલ્લાના કાંસા ગામે છતી સગવડે પડી રહી છે અગવડો
- ગામમાં 3,150 ઘર અને 12,000 ઉપરાંતની આબાદી
- હાલમાં પ્રતિદિન 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે
- કાંસા ગામે હાલમાં સરકારી દવાખાનું અને સેવાભાવી લોકોની સેવા આશીર્વાદ રૂપ
મહેસાણા : જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના કાંસા ગામમાં કોરોના કાળ સમયે ETV BHARATની ટીમ દ્વારા પરિસ્થિતિનો તાત મેળવતા કાંસા ગામમાં કુલ 3,150 મકાનો અને 12,000થી વધુની વસ્તી ધરાવતું ગામ છે. અહીં કોરોના મહામારી સમયે પહેલા ઘણા કેસ નોંધતા હતા. જો કે, હાલમાં 10 જેટલા કેસ પ્રતિદિન નોંધાઇ રહ્યા છે. ગામમાં આજે પણ કોવિડ સેન્ટર નથી તો સ્થાનિક આગેવાનો દ્વારા આઇસોલેશન વોર્ડ અને ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરવા પ્રયાસ કરાયો છે. આઇસોલેશન વોર્ડમાં કોઈ મેડિકલ સારસંભાળ માટે સ્ટાફ ન હોવાથી હાલ ત્યાં દર્દીઓને પૂરતી સેવા મળી રહી નથી. જ્યાં એક અમદાજ મુજબ 15 દિવસમાં 2થી 8 લોકોના કોરોનાની બીમારીમાં મોત થયા છે.
આ પણ વાંચો - ગામડાઓમાં ETV Bharat: મહેસાણાના ચાંદણકી ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં
કોરોના સંક્રમણની સારવારમાં પડતી તકલીફોને દૂર કરી સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી માગ
સ્મશાનમાં લાકડાઓની પૂરતી સગવડો પણ પ્રાપ્ત થઈ રહી છે, જ્યા સરકારી PHC સેન્ટર પર તબીબને સ્ટાફ હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને કન્સલ્ટ કરીને દવા આપી સારવાર આપવામાં આવી રહી છે. જો કે, અહીં કોવિડ કેરની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી આજે કોરોનાનાં દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે. જ્યાં બીજી તરફ કોઈ દર્દીની હાલત ગંભોર બને ત્યારે ઓક્સિજન કે વેન્ટિલેટર બેડ શોધવા આ ગામના લોકોનો દર દર ભટકવું પડી રહ્યું છે. હાલમાં આ મહામારી સમયે તંત્ર અને સરકાર દ્વારા ગામડાઓમાં પડતી કોરોનાની સારવારમાં પડતી તકલીફોને દૂર કરી સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો - મહેસાણા જિલ્લામાં 610 ગામડાઓ પૈકી 608 કોવિડ સેન્ટરો શરૂ કરાયા, કુલ 2919 બેડની વ્યવસ્થા
કાંસા ગામની પરિસ્થિતિ પર વાચા આપતા ગામ લોકો
ETV BHARAT દ્વારા જ્યારે કોરોના અંગેની તપાસ કરતા કાંસા ગામમાં વસતા યુવાનો અને વડીલો દ્વારા અહીં કોરોના કેસ હવે ઘટી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
- હવે પ્રતિદિન 10 જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા છે
- 15 દિવસમાં 8 વ્યક્તિઓના મૃત્યુ કોરોનાથી થાય છે
- અહીં તંત્ર દ્વારા કોઈ જ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું નથી
- એક આઈસોલેશન વોર્ડ સરકારની સૂચનાથી તૈયાર કરાયો છે, પરંતુ ડૉક્ટર્સ કે અન્ય કોઈ સ્ટાફ નથી.
- ગામમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી શહેરી વિસ્તારોમાં ભટકવું પડે છે.
- અહીં સરકારી દવાખાને ડૉક્ટર તપાસ કરી જરૂરી સારવાર આપે છે, પરંતુ આખાય ગામમાં વેન્ટિલેટર કે ઓક્સિન બેડની કોઈ સુવિધા નથી
- ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવી છે
- 12,000થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં તંત્ર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ હાલ ગામ લોકો કરી રહ્યા છે.
આ પણ વાંચો - વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રરલાઈઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું