- કોરોનાની મહામારી વચ્ચે મહેસાણાની ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી
- કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનું આયોજન કરાયું
- શહેરમાં હોમ આઇસોલેટ કે હોસ્પિટલમાં જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી પહોંચાડે છે ટિફિન
- હાલમાં 150 જેટલા ટિફિન દર્દીઓ સુધી પહોંચાડે છે
- સવાર સાંજ બન્ને સમયે આ સંસ્થા દર્દીઓ સુધી ભોજન પહોંચાડે છે
મહેસાણાઃ કોરોના જેવી મહામારી સમયે મોટી સંખ્યામાં નાગરિકો સંક્રમિત થઇ રહ્યા છે, ત્યારે સંક્રમિત દર્દીઓની વ્હારે આવતા મહેસાણા શ્રી ગોવિંદ માધવ મંદિર સંસ્થા દ્વારા માનવતા દાખવી નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ બપોર અને સાંજે ભોજનને કોરોનાગ્રસ્ત દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે. સંસ્થા દ્વારા બે સંપર્ક નંબર જાહેર કરી કોઈપણ નગરજન કોરોનાગ્રસ્ત હોય અને તેમને ભોજનની જરૂરિયાત હોય તે માટે રજિસ્ટ્રેશન કરી અન્ય યુવાનોના સહયોગથી ટિફિન દર્દીઓના ઘરે કે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે શુક્રવારે આ ધાર્મિક સંસ્થાના સેવા કાર્ય થકી શહેરમાં 150 જેટલા ટિફિન દર્દીઓ સુધી પહોંચી રહ્યા છે, આ સંસ્થા વધુ ટિફિનની જરૂરિયાત ઉભી થાય તો પણ સેવાકાર્ય કરવા માટે તૈયારીઓ બતાવી રહી છે.
આ પણ વાંચોઃ લુણાવાડામાં સંજીવની રથ દ્વારા હોમ આઇસોલેશન દર્દીઓને આરોગ્ય સેવા અપાઈ
યુવાઓની ટીમ બનાવી શહેરના ચાર જુદા જુદા ભાગોમાં નિઃશુલ્ક ટિફિન સેવા અપાય છે
મહેસાણાના શ્રી ગોવિંદ માધવ મંદિરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની પરિસ્થિતિમાં મદદરૂપ થવા બે સંપર્ક નંબર જાહેર કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના ફોન કોલ આવતા તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન મુજબ મંદિરમાં જ ભોજન બનવવામાં આવે છે. ભોજન તૈયાર થતાં તમામ યુવાનોની ટીમ અંદાજે 100થી 150 જેટલા ટિફિન તૈયાર થતાં કરી સહયોગી સંસ્થાના સભ્યો દ્વારા આ ટિફિન દર્દીઓના સરનામાં પર પહોંચાડવામાં આવે છે. આમ કોરોનાગ્રસ્ત દર્દીઓને ભોજનની જરૂરિયાત પૂરી થાય છે. તેમને સારવાર દરમિયાન આરામ મળી રહે છે. આજે શુક્રવારે આ ગોવિંદ માધવ મંદિરની ટિમ દ્વારા કરતું આ નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનું સેવા કાર્ય કોરોનાની મહામારી સમયે પ્રેરણાદાયક બન્યુ છે.
આ પણ વાંચોઃ વડોદરા ભાજપ સંગઠને 4 ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી