ETV Bharat / state

વિસનગરમાં મિત્રને નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખ પડાવ્યા - મહેસાણા

મહેસાણા: વિસનગરમાં મિત્રએ તેના જ મિત્રને ONGCમાં નોકરી અપાવવાનું તરખટ રચી 9.75 લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

વિસનગરમાં મિત્રને નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખ પડાવ્યા
author img

By

Published : Sep 28, 2019, 6:36 AM IST

Updated : Sep 28, 2019, 10:40 AM IST

વિસનગરના સદુથલા ગામે રહેતા હર્ષદભાઈ બાસણા કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. તેની સાથે અભ્યાસ કરતા ભાર્ગવ પટેલ મિત્રતા બાંધી વિશ્વાસ જીત્યો હતો. પોતે ONGCમાં પૈસાથી નોકરી અપાવી શકે છે. તેવી લાલચ આપી હતી. હર્ષદ અને તેનો પરિવાર ભાર્ગવની વાતમાં ફસાય ગયા હતાં.

વિજાપુરના લાડોલ ગામે રહેતો ભાર્ગવ પટેલે અને ભાવસોર ગામમાં રહેતો ચિંતને ONGCના લોગો સાથેના કેટલાક નકલી દસ્તાવેજો બનાવી ભોગ બનનારને બતાવ્યા હતાં. ત્યારબાદ શંકા ન જાય તે માટે આ ઠગબાજોએ હૈદરાબાદમાં ONGCના HR તરીકે કોઈ હિન્દી ભાષી માણસ સાથે વાતચીત પણ કરાવી હતી. એટલું જ નહીં અમદાવાદ ONGC ઓફિસની પણ મુલાકાત કરાવી વિશ્વાસ જીતી લીધો હતો. હર્ષદને ONGCમાં નોકરી મળી જશે તેવું તરખટ રચી હર્ષદના પિતા ભરતભાઇ પટેલ પાસે થી દોઢ વર્ષમાં 9.75 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.

વિસનગરમાં મિત્રને નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખ પડાવ્યા

અમદાવાદ ખાતે આવેલ ONGCમાં જોઈનિંગ લેટર લેવા હર્ષદ તેના પિતા સાથે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની માહિતી ન મળતા તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આરોપીઓએ તેમના ફોન પણ બંધ કરી દીધા હતા. જેથી હર્ષદના પિતા ભરતભાઈએ વિસનગર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતીં. પોલીસે આ મામલામાં ભાર્ગવ પટેલ, ચિંતન પરમાર અને હૈદરાબાદથી ONGCના અધિકારીની ઓળખ આપનાર આદર્શ રઘુનાથ ગૌરે સામે કાર્યવાહી હાથ ધરી છે.

Intro:વિસનગરમાં મિત્રએ મિત્રને ONGCમાં નિકરી અપાવવાનું તરખટ રચી 9.75 લાખ પડાવ્યાBody:હાલમાં બેરીજગરી દેશમાં માથું ઉચકયું છે ત્યારે યુવાનો નોકરી મેળવવા ઠગબાજોના હાથે શિકાર બની રહ્યા છે ત્યારે ONGCમાં નોકરી મેળવવાની લાલચમાં આવી વિસનગરના યુવાને 9.75 લાખ ગુમાવ્યા છે

લોભ લાલચ એ હમેશા જીવનમાં થનારા નૂક્ષાન ની એક વાર ટકોર કરતો જ હોય છે છતાં લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ન મારે એ વાત ને સાર્થક કરતા વિસનગરમાં યુવાનને ONGCમાં નોકલરી મેળવવાની લાલચ ભારે પડી હોવાની ઘટના સામે આવી છે

વિસનગરના સદુથલા ગામે રહેતા ભરતભાઇ પટેલ નામના એક ખેડૂતનો દીકરો હર્ષદ બાસણા કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતો હતો ત્યારે તેની આઠે અભ્યાસ કરતા ભાર્ગવ પટેલ સાથે તેની મિત્રતા થઈ પરંતુ ભાર્ગવની મિત્રતાએ હર્ષદ માટે એ રીતે જોખમી બની કે ભાર્ગવ પોતે હર્ષદને ONGCમાં પૈસા થી નોકરીનું સેટિંગ કરી આપવા લાલચ આપી ત્યાં નોકરીની લાલચમાં એક ખેડૂત પુત્ર હર્ષદ અને તેનો પરિવાર આંધળા બન્યા ત્યારે વિજાપુરના લાડોલ ગામે રહેતો ભાર્ગવ પટેલે અને તેનો સાગરીત નજીકના ભાવસોર ગામે રહેતો ચિંતન ONGCના લોગો સાથેના કેટલાક નકલી દસ્તાવેજો બનાવી ભોગબનનારને બતાવ્યા તો પોતાના શિકારને શક ન પડે તે માટે ઠગબાજો એ હૈદરાબાદમાં ONGCના HR તરીકે કોઈ હિન્દી ભાષી માણસ સાથે વાતચીત પણ કરાવી અને અમદાવાદ ONGC ઓફિસની પણ ઊડતી મુલાકાત કરાવી વિશ્વાસ જીતી સતત એ રીતે જાણેકે હર્ષદને ONGCમાં નોકરી મળી જશે તેવું તરખટ રચી હર્ષદના પિતા ભરતભાઇ પટેલ પાસે થી દોઢ વર્ષમાં 9.75 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી સેરવી લીધા જોકે અંતે અમદાવાદ ખાતે આવેલ ONGC માં જોઈનિંગ લેટર લેવા હર્ષદ તેમાં પિતા સાથે પહોંચ્યો અને ઠગબજોના ફોન બંધ આવ્યા અને નોકરીની લાલચમાં છેતરપિંડી થઈ હોવાનું અનુભવતા ભરતભાઈએ વિસનગર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી ત્યારે વિસનગર શહેર પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આરોપીઓ એ છેતરપિંડીની ઘટનામાં ઉપયોગ કરેલ બેંક એકાઉન્ટ નકલી દસ્તાવેજી પુરાવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે ત્યારે જોવું રહેશે કે છેતરપિંડીની આ ઘટનામાં ONGCના ખોટા દસ્તાવેજ બનવનાર અને પૈસા પડવાનાર વિજાપુરના લાડોલનો ભાર્ગવ પટેલ, ભાવસોરનો ચિંતન પરમાર અને હૈદરાબાદ થી ONGCના અધિકારી ની ઓળખ આપનાર આદર્શ રઘુનાથ ગૌરે સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે

Conclusion:
યુગ આગળ વધી રહ્યો છે તે સાથે રોજગારી અને નોકરીઓ માટે આજે દેશમાં ઓનલાઈન અરજીઓ અને પરીક્ષાઓ દ્વારા પારદર્શકતા લાવવામાં આવી છે છતાં આજે સમાજ લાલચમાં આંધળો બની સરળતા થી લાભ મેળવી લેવાની લ્હાયમાં છેતરાઈ રહો છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે કે તેઓ કોઈની છેતરામણીનો શિકાર ન બને અને વ્યવસાથને અપનાવે તો આવનાર દિવસોમાં આ પ્રકારના બનાવ અટકી શકશે..

બાઈટ 01 : ભરતભાઈ પટેલ, ફરિયાદી

બાઈટ 02 : એમ.બી.વ્યાસ , dysp વિસનગર

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
Last Updated : Sep 28, 2019, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.