મહેસાણાઃ એક તરફ કોરોના જેવા વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કેટલાક સ્થાનિક વેપારીઓ દ્વારા ડુપ્લીકેટ એટલે ડિસ્કો તેલનું ઉત્પાદન કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા છે.
નામાંકિત કંપનીઓનું સીંગતેલ રૂપિયા 2300 જેટલા અધધ ભાવમાં મળે છે. જ્યારે કડીના અમુક વ્યાપારીઓ દ્વારા ડુપ્લીકેટ સીંગતેલ રૂપિયા 1550માં બેફામ વેપાર કરી રહ્યા છે.
હાલમાં સીંગતેલનું ઉત્પાદન કરતી નામાંકિત કંપનીઓનું સીંગતેલ રૂપિયા 2300થી રૂપિયા 2400માં વેચાય છે. જ્યારે કડીમાં ડુપ્લીકેટ સીંગતેલ રૂપિયા 1550થી રૂપિયા 1700 સુધીમાં વેપાર કરતા હોવાની માહિતી મળી છે. કડીમાં સ્થાનિક વેપારીઓ દ્વારા ડુપ્લીકેટ સગતેલના ડબ્બાનું લેબલ બદલી ખજાના ગોલ્ડ,કાઠિયાવાડ,રજવાડી સહિતના આકર્ષક નામ રાખી સોયાબીન તેલનું સીંગતેલના ભાવમાં વેપાર કરી વેપારીઓ લોકોને છેતરી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લેભાગુ વેપારીઓ સામે તંત્ર દ્વારા ક્યારે પગલાં લેશે તે ચિંતા નો વિષય છે.