મહેસાણા : જિલ્લામાં આજે મંગળવારે સવારે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે બે કલાક સતત વરસેલા વરસાદને પગલે મહેસાણામાં દોઢ ઇંચ વરસાદ પડતાં શહેરનું ગોપી નાળુ પાણીથી ભરાઈ ગયું હતું તો કંઈક રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.
આજે મંગળવારે જિલ્લાના ઊંઝા તાલુકામાં 09mm, જોટાણા તાલુકામાં 04mm, બેચારજી તાલુકામાં 21mm, મહેસાણા તાલુકામાં 36mm, વડનગર તાલુકામાં 04mm, વિજાપુર તાલુકામાં 13mm, વિસનગર તાલુકામાં 11mm આમ, જિલ્લામાં સવારે 8થી 10 કલાક સુધી બે કલાકમાં કુલ 98 mm એટલે કે પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.