ETV Bharat / state

મહેસાણાની વસઈ પોલીસે મહામારીમાં પણ કટકી કરવાનું ન છોડ્યું..! - મહેસાણાની વસઈ પોલીસે મહામારીમાં પણ કટકી કરવાનું ન છોડ્યું

મહામારી વચ્ચે સરકાર પર લાંછન લગાવતી ઘટના સામે આવી છે. લોકડાઉનનું પાલન કરવામાં પોલીસ ફરજ પર ભાન ભૂલી હતી. વિજાપુરના વસઈ પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મીઓ પર ખોટી રીતે અટકાયત કરી પૈસા પડાવતા હોવાનો આક્ષેપ આસોડા ગામના ખેડૂતો દ્વારા લગાવામાં આવ્યો છે. ખેત મજૂરી કરી ઘરે જતા 4 શખ્સોની ખોટી રીતે અટકાયત કરી 2000 રૂપિયા પડાયા હોવાનો આક્ષેપ ગામજનોએ કર્યો હતો.

મહેસાણાની વસઈ પોલીસે મહામારીમાં પણ કટકી કરવાનું ન છોડ્યું..

author img

By

Published : Apr 10, 2020, 11:13 PM IST

મહેસાણા : સમગ્ર રાજ્યમાં લોકડાઉનમાં ફરજ બજાવતી પોલીસની સરાહનીય કામગીરી વચ્ચે વસઈ પોલીસે ડિપાર્ટમેન્ટના ધજીયા ઉડાવ્યા હતા.

મહેસાણાની વસઈ પોલીસે મહામારીમાં પણ કટકી કરવાનું ન છોડ્યું..
હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ આ મહામારીમાં એક મોડલ પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે ઉભરી આવી છે. જો કે સરકાર અને પ્રજામાં બનેલી પોલીસની આ ઈજ્જતના ધજાગરા મહેસાણા જિલ્લાની વસઈ પોલીસના સ્ટાફ દ્વારા ઉડાડવામાં આવ્યા છે.રાજ્યમાં ગુજરાત પોલીસની જેમ મહેસાણા જિલ્લા પોલીસે પણ કોરોના વાઇરસની મહામારી વચ્ચે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે. જોકે પોલીસની આ લાગણીશિલ છબી બદનામ કરવાનું બીડું જાણે કે જિલ્લાના વસઈ પોલીસે ઉપાડ્યું છે તેમ વિજાપુર તાલુકાના વસઈ પોલીસ સ્ટેશનના પોલિસ કર્મચારીઓ સરકારે ખેડૂતોને ખેતી કામ માટે બહાર નીકળવા છૂટછાટ આપી હોવા છતાં ગામડાના લોકોને પરેશાન કરી રહ્યા છે.

તાજેતરમાં તાલુકાના આસોડા ગામેથી ખેત મજૂરી કરી ઘરે પરત ફરતા મહેનતાણું લેવા ઉભેલા 3 મજૂર અને એક ખેડૂત સહિત 4 લોકોની વસઈ પોલીસના બીટ જમાદાર દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરી છોડી મુકવા માટે બીટ જમાદાર દ્વારા પ્રત્યેક અટકાયતી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી.

આ ઘટના અંતે પરિસ્થિતિ વચ્ચે મજબૂર અને લાચાર બનેલા ખેત મજૂરોએ પોલીસથી છૂટવા 2000 રૂપિયા પોલીસને આપ્યા હતા. આ સમગ્ર ઘટનામાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોલીસ નાગરિકોને લૂંટતી હોવાના આક્ષેપ કરતા ભોગબનનાર ખેડૂત અને મજૂરો સહિત ગામના સરપંચે પણ નીતિમત્તા ભૂલેલા આ પોલીસ કર્મીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.