- લોકગાયિક કાજલ મહેરિયાને વરઘોડાના DJમાં ગાવું ભારે પડ્યું,
- ગાઈડલાઈનનો ભંગ થતા ગાયિકા સહિત 14 વિરુદ્ધ ફરિયાદ
- લોકગાયિક કાજલ મહેરિયા સામે જાહેરનામા ભંગની ફરિયાદ
- લગ્ન પ્રસંગે ગાયિકએ જમાવેલ રમઝટ પોલીસ મથકે પહોંચી
- લગ્ન અવસરમાં ગાઈડ લાઈનની એસીતેસી કરી વરઘોડો કાઢયો
મહેસાણાઃ જિલ્લામાં કોરોના મહામારી સમયે તંત્ર અને સરકાર દ્વારા સલામતી માટે કોરોના ગાઈડ લાઈનના પાલનની અપીલ થઈ રહી છે, ત્યારે વિસનગર તાલુકાના વાલમ ગામે લોકગાયિકને બોલાવી લગ્નમાં DJ વરઘોડાની રમઝટ જમાવતા ભારે ભીડ સર્જાઈ હતી. જ્યાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. વાલમ ગામે ગાયિકા કાજલ જમાવેલ રમઝટ બોલાવી હતી. જેને લઇને ગાયિકા સહિત 14 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ હતી. લગ્ન અવસરે ગાયિકને ગાવું ભારે પડ્યું.!
કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ કાર્યવાહી
વિસનગર તાલુકાના વાલમ ગામે લોક ગાયિકા કાજલ મહેરિયા અને સગા વ્હાલાઓને આમંત્રિત કરી એક પરિવારે લગ્ન પ્રસંગમાં DJ સાથે વરઘોડો કાઢ્યો હતો. જેમાં ગાયિકને સુર સાંભળતા મોટી સંખ્યામાં 100 થી પણ વધુ લોકો આ વરઘોડોમાં જોડાયા હતા, ત્યારે ગાઈડ લાઇન ભંગ થયો હતો. જેનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કાર્યવાહી માટે માંગ ઉઠી હતી.
વિસનગર તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી
વિસનગર તાલુકા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા લગ્ન આયોજન કરી નિમંત્રક બનનારા લોકોના કંકુત્રીમાં છાપેલા નામ મુજબ 14 લોકો સહિત ગાયિકા કાજલ મહેરિયા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરી છે.