- કચરાની ડમ્પિંગ સાઇટ પર બુધવારે સવારે આગ લાગી
- ફાયર વિભાગની 3 ટીમો ઘટનાસ્થળે દોડી આવી
- ઊંઝા પાલિકાની 1 ટીમને પણ મદદ માટે બોલાવાઇ
મહેસાણા : શહેરનો કચરો જે જગ્યાએ ઠાલવવામાં આવે છે. તે કચરાની ડમ્પિંગ સાઇટ પર બુધવારે સવારે ચારેક વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ મહેસાણા નગરપાલિકાના અગ્નિશામક દળને થતાં ફાયર વિભાગની 3 ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ બૂઝાવવા પ્રયાસ કર્યો હતો. મોટા વિસ્તારમાં ડમપિંગ સાઇટ પર આગ લાગી હોવાથી ઊંઝા પાલિકાની 1 ટીમને પણ મદદ માટે બોલાવાઇ હતી.
આ પણ વાંચો : વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
ફાયરની 4 ટીમોને 14 કલાક આગ બૂઝાવતા લાગ્યો
વહેલી સવારે આગ પર કાબૂ મેળવતાં ફાયરની 4 ટીમોને 14 કલાક જેટલો સમય લાગ્યો હતો. સતત 14 કલાક સુધીની ભારે જહેમત અને કુલ 3 લાખ લિટર પાણીના છંટકાવ કરાયા પછી અંતે સાંજે 6 વાગે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ પર કાબૂ મેળવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, મહેસાણા ડમપિંગ સાઇટ પર લાગેલી આ આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.