ETV Bharat / state

Organic Farming Mehsana: રાણીપુરાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કરી મેળવ્યો આત્મા એવોર્ડ - Atma Award to Mehsana farmer

મહેસાણા જિલ્લાના ખેડૂત રસિકભાઈ પ્રાકૃતિક ખેતી (Mehsana farmer Recived Atma Award) તરફ વળી પાકોનું ઉત્પાદન કરી આવક મેળવી રહ્યાં છે. આ માટે તેમને સરકાર દ્વારા 25 હજારનો રૂપિયા પુરસ્કાર અને આત્મા એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

Organic Farming Mehsana
Organic Farming Mehsana
author img

By

Published : Feb 8, 2022, 10:14 AM IST

મહેસાણા: જિલ્લામાં ખેતી અને પશુપાલન ગ્રામ્ય વિસ્તારના બે મુખ્ય વ્યવસાય રહ્યા છે. જિલ્લાના ખેડૂતો (Atma Award to Mehsana farmer) એક પછી એક પ્રાકૃતિક ખેતી તરફ પ્રગતિ કરી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા અસરકારક અને વિશેષ રૂપે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા આતમાં પ્રોજેકટ અંતર્ગત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

રાણીપુરાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કરી મેળવ્યો આત્મા એવોર્ડ

આ પણ વાંચો: રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

જમીનને વધુ ફળદ્રુપ બનાવી મિક્સ ખેતી કરી મેળવી બમણી આવક

જિલ્લાના રાણીપુરા ગામના રસિક પટેલ નામના ખેડૂત પરંપરાગત (Organic Farming Mehsana) ખેતીથી કંટાળી ગયા હતા. તેવામાં તેમને મહુડી ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતીમાં માર્ગદર્શન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાસાયણિક ખાતરથી જમીનને થતું નુકશાન અને પ્રાકૃતિક પદ્ધતિથી થતા ફાયદાની જાણકારીથી પ્રેરણા લઈ 12 વિઘા જેટલી જમીનના ખેતરમાં જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરી જમીનને વધુ ફળદ્રુપ બનાવી મિક્સ ખેતી કરતા રાયડો, એરંડા, મેથી, મરચા, પાલક, વગેરે પાકોનું મબલખ ઉત્પાદન મેળવી બમણી આવક મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: પાટણ જિલ્લાના મોટીચંદુર ગામે ખેડૂતે પ્રથમવાર પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંનું કર્યું વાવેતર

રસિકભાઈને આત્મા એવોર્ડ આપી સન્માનિત કરાયા

ખેડૂત રસિકભાઈને પ્રક્રિતિક ખેતી (Farmer from Ranipura) શૂન્ય ખર્ચમાં વધુ ઉત્પાદન અપાવતી હોવાથી તેમની પ્રાકૃતિક ખેતીને જિલ્લામાં શ્રેષ્ઠ ખેતી ગણાવી સરકાર દ્વારા 25 હજારનો રૂપિયા પુરસ્કાર અને આત્મા એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. રસિકભાઈના મત મુજબ જો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરશે તો વધુ ઉત્પાદન મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 2022માં ખેડૂતોને આવક બમણી કરવાનું સ્વપ્ન ચોક્કસ સાર્થક થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.