- ભારતમાં પહેલી વાર ગુજરાતમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નવી પહેલ
- શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિકો માટે ઇ નિર્માણ કાર્ડ અને યુ વિન કાર્ડ આપવામાં આવ્યા
- મહેસાણા APMC ખાતે શ્રમિકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી નિઃશુલ્ક કાર્ડ અપાયા
- ઇ નિર્માણ કાર્ડ થકી શ્રમિકોને મળશે વિવિધ યોજનાઓનો સીધો લાભ
મહેસાણા : દેશ અને દુનિયામાં લાખો શ્રમિકો પોતાના શ્રમ થકી રાષ્ટ્ર કે રાજ્યની રોજિંદી કામગીરીમાં પાયાનું યોગદાન પૂરું પાડે છે, ત્યારે શ્રમિકો માટે આજે ભારતમાં પહેલી વાર ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ( Department of Labor and Employment ) દ્વારા શ્રમિકોના હકો અને સરકારી યોજનાના લાભ સીધા જ તેમને મળી રહે માટે ખાસ પ્રકારે ઇ નિર્માણ કાર્ડ ( E Nirman Cards )નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સંઘઠિત કામદારોના લાભ માટે યુ વિન કાર્ડ ( U Win Cards )નું આયોજન કરવામાં આવ્યું છે.
CSC ટીમ દ્વારા ગામે ગામ જઈ દરેક શ્રમિકના નામની નોંધણી કરી
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ( Department of Labor and Employment )ના આ ઇ નિર્માણ કાર્ડ પ્રોજેકટ અંતર્ગત મહેસાણા ખાતે CSC દ્વારા શ્રમિકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન નિઃશુલ્ક ઇ નિર્માણ કાર્ડ અને યુ વિન કાર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. APMC ખાતે મહેસાણાના સાંસદ શારદા પટેલના હસ્તે APMCમાં કામ કરતા શ્રમિકોને ઈ નિર્માણ કાર્ડ ( E Nirman Cards ) આપી જિલ્લામાં શ્રમિકો માટેના આ કાર્ડ વિતરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. હાલની મહામરીની સ્થિતિને લઈ સ્થળ પર ગણતરીના શ્રમિકોને ઇ નિર્માણ કાર્ડ ( E Nirman Cards ) વિતરણ કરવામાં આવ્યા છે, જ્યારે CSC ટીમ દ્વારા ગામે ગામ જઈને દરેક શ્રમિકના નામની નોંધણી કરી તેમને નિઃશુલ્ક ઇ નિર્માણ કાર્ડ ( E Nirman Cards ) આપવામાં આવશે.
શ્રમિકોએ સરકારનો આભાર માની ખુશી વ્યક્ત કરી
ઇ નિર્માણ કાર્ડ ( E Nirman Cards ) અને યુ વિન કાર્ડ ( U Win Cards ) થકી શ્રમિકોને સરકાર દ્વારા મળતા તમામ યોજનાના લાભો સીધા જ તેમને મળતા થશે. આ સાથે આર્થિક સહાય પણ તેમને ઓનલાઈન સીધી જ પ્રાપ્ત થશે. જેથી કચેરીઓના ધક્કા કે દસ્તાવેજી કામગીરીમાંથી તેમને મુક્તિ મળશે અને પોતાના શ્રમ કામના સમયનો સદુપયોગ કરી શકશે, ત્યારે સરકારના ઇ નિર્માણ કાર્ડ ( E Nirman Cards )ને લઈ શ્રમિકોને થતા ફાયદા જોતા શ્રમિકોએ સરકારનો આભારમાની ખુશી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો -